
તા.૧૭ મે
વાત્સલ્યમ્ સમાચાર
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા અતુલ ઓટો લીમીટેડ, ભાયલા પ્લાન્ટ – અમદાવાદ માટે તા.૨૨/૦૫/૨૦૨૩, સોમવારના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે આજી ડેમ પાસે આવેલ ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ. ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આઈ.ટી.આઈ.ના કોઈ પણ ટ્રેડસ બિન અનુભવી/અનુભવી ઉમેદવારો માટે ભાયલા સ્થિત પ્લાન્ટ માટે એસેમ્બ્લી, પેઈન્ટ શોપ, મેઈન્ટેનન્સ અને અન્ય વિભાગ માટે વાયરમેન, ફીટર, ઇલેક્ટ્રિીશીયન, ડીઝલ મીકેનિક/ મોટર મીકેનિક (બિનઅનુભવી), પેઈન્ટર (પેઈન્ટ શોપ માટે – મેઇન ટોપ કોટ લાઈનના અનુભવો),હેલ્પર (નોન આઈ.ટી.આઈ.), એ.સી. ટેક્નીશીયન (અનુભવી), કોપા (પુરુષ ઉમેદવાર) તથા શાપર સ્થિત પ્લાન્ટ માટે સી.એન.સી./મશીન શોપ માટે મશીનીસ્ટ, ટર્નર (મિલિગ/ડ્રીલ/લેથ ઓપરેટર), વી.એમ.સી. અને સી.એન.સી. ઓપરેટરની જગ્યાઓ માટે રેગ્યુલર કોન્ટ્રાક્ટ જોબ અને અપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવામાં આવશે.
આઈ.ટી.આઈ.ના કોઈ પણ ટ્રેડની શૈક્ષિણક લાયકાત ધરાવતાં ૧૮ થી ૩૦ વર્ષની ઉંમરનાં એન.સી.વી.ટી./જી.સી.વી.ટી. સર્ટિફિકેટ ધરાવતા અનુભવી કે બિનઅનુભવી ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. સરકારી કે પ્રાઈવેટ આઈ.ટી.આઈ. કે અન્ય રાજ્યોનાં આઈ.ટી.આઈ.નાં વિદ્યાર્થીઓ પણ ઈન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે. ઉમેદવારોને નિયમાનુસાર પગારધોરણ, ફ્રી ટ્રાન્સ્પોર્ટસન, ફ્રી જમવાની સુવિધા સહીત અન્ય લાભો મળવાપાત્ર છે. કંપની વિશે વધુ વિગતો www.atulauto.co.in વેબસાઈટ પરથી મળી રહેશે.
આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયોડેટા, પ્રમાણપત્રો,ફોટોગાક અને આઇ.ડી. પૃફ સાથે લાવવાનાં રહેશે. મૌખિક ઈન્ટરવ્યુ દ્વારા સ્ક્રીનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારોએ કંપનીમાં તાત્કાલિક ધોરણે જોઈનીંગ કરવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે આઈ.ટી.આઈ. રાજકોટમાં પ્લેસમેન્ટ વિભાગનો સંપર્ક કરવા આઈ.ટી.આઈ.નાં આચાર્યશ્રી સાગર રાડિયાની યાદીમાં જણાવાયું છે.








