
તા.૧૨ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ તાલુકા કચેરી દ્વારા વાવાઝોડા સંદર્ભે મીટિંગ યોજવામાં આવી હતી. આ સાથે મામલતદારશ્રી દ્વારા રાજકોટ તાલુકાના કુવાડવા ખાતે ઝૂંપડપટ્ટી વિસ્તારની મુલાકાત લઈ, સંભવિત વાવાઝોડાંના અગમચેતીના ભાગરૂપે ગ્રામજનોને સમયસર સુરક્ષિત સ્થળે સ્થળાંતર થઈ જવા જરૂરી સૂચના આપવામાં આવી હતી.
રાજકોટ દક્ષિણની મામલતદાર કચેરીના અધિકારીઓએ નીચાણવાળા વિસ્તાર એવા લલ્લુડી વોકળા ખાતે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારની મુલાકાત લઈ સંભવિત વાવાઝોડાંના અગમચેતીના પગલા તરીકે સમયસર સુરક્ષિત સ્થળે સ્થળાંતર થઈ જવા જરૂરી સૂચના આપવામાં આવી હતી, જે માટે નીચે મુજબના શેલ્ટર હોમ અને વ્યક્તિવિશેષોનો સંપર્ક કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સૂચના અપાઇ છે.
૧ લુહાર જ્ઞાતિની વાડી
૨ શાળા નં ૫૧
૩ શાળા નં ૬૨
૪ ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ તથા રમેશભાઈ ટીલાળા
૫ નિલેશભાઈ જલુ- કોર્પોરેટરશ્રી
૬ સમીરભાઈ પરમાર
૭ હરિભાઈ રાતડિયા
૮ નરેન્દ્રભાઈ કુબાવત
૯ વિપુલભાઈ માખેલા