WANKANER:વાંકાનેર વઘાસિયા ટોલનાકા પ્રકરણમાં બન્ને આરોપીઓ જામીન મુક્ત

WANKANER:વાંકાનેર વઘાસિયા ટોલનાકા પ્રકરણમાં બન્ને આરોપીઓ જામીન મુક્ત
વાંકાનેરના વઘાસિયા ટોલનાકાની સમાંતર બોગસ ટોલનાકુ ચલાવવા પ્રકરણમાં છ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયા બાદ પોલીસના હાથે ઝડપાયેલા બે આરોપીઓ જેલ હવાલે થયા બાદ જામીન મુક્ત થવા અરજી કરતા જે નામદાર વાંકાનેર કોર્ટે બન્ને પક્ષની દલીલો બાદ બન્ને આરોપીઓને જામીન મુક્ત કર્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકાની સમાંતર બોગસ ટોલનાકા પ્રકરણ મામલે પોલીસ દ્વારા રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની ધરપકડ કરવામાં આવ્યા બાદ બન્ને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયા હતા. બાદમા બન્ને આરોપીઓએ પોતાના વકીલ મારફતે વાંકાનેર કોર્ટમાં જામીન મુક્ત થવા અરજી કરતા બન્ને પક્ષની દલીલો અને બચાવ પક્ષે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને રજૂ કરતાં તેને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવા હુકમ કર્યો હતો.આ ચકચારી કેસમાં આરોપીઓ વતી એડવોકેટ મયુરસિંહ એસ. પરમાર, ભગીરથસિંહ જાડેજા, વિજય બાંભવા, યોગીરાજસિંહ ઝાલા તથા તેજપાલસિંહ ઝાલા રોકાયા હતા.








