
તા.૧૧/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રૂ. ૨૬૦૦ લાખના કામોની મંજુરી: રૂ. ૫૬૫૦ લાખના કામોની સરકારમાં દરખાસ્ત
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૮૨૫૦ લાખના રોડ રસ્તાના વિકાસ કામો કરાશે. જે પૈકી રૂ. ૨૬૦૦ લાખના કામોની મંજુરી અને રૂ. ૫૬૫૦ લાખના કામોની સરકારમાં દરખાસ્ત કરાઈ છે તેમ આ વિસ્તારના ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યું છે.

ઉપલેટા તાલુકામાં રૂ.૨૦૫૦ લાખના ખર્ચે ખારચીયા-ઢાંક-મેરવદર-અમરપર રોડનું કામ સરકારશ્રીમાં દરખાસ્ત અને રૂ. ૨૬૦૦ લાખના ખર્ચે ઉપલેટા-પાટણવાવ રોડ ખાતે મેજર બ્રીજનું કામ મંજુર થયું છે.
ઉપલેટા તાલુકામાં રૂ.૨૦૦ લાખના ખર્ચે જામકંડોરણા-ખજુરડા-ટીંબડી-અરણી-ભયાવાદર-ખારચીયા રોડનું કામ, રૂ.૧૪૦૦ લાખના ખર્ચે સમઢીયાળા – તલગણા-કુંઢેચ-લાથ-ભીમોરા રોડનું રીસરર્ફેસિંગ અને સ્ટ્રક્ચરની કામગીરી, રૂ.૫૫૦ લાખના ખર્ચે સમઢીયાળા – તલગણા લાઠ ભીમોરા રોડ ખાતે બ્રીજનું કામ, રૂ.૧૩૦૦ લાખના ખર્ચે ઉપલેટા-ખાખીજાળીયા-ભાયાવદર-અરણી-ખીરસરા-ચિત્રાવડ-દાદર રોડનું કામ, રૂ.૧૫૦ લાખના ખર્ચે મોટીપનેલી-માંડાસણ રોડના કામ માટે સરકારશ્રીમાં દરખાસ્ત થઈ છે.








