RAJKOTRAJKOT CITY / TALUKO

વિજ્ઞાન જાથાના તારણમાં ગેમ ઝોનમાં સરકારી તંત્રની વિવિધ શાખાઓ જવાબદાર રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં સરકારી તંત્ર જવાબદાર… વિજ્ઞાન જાથા

ટીઆરપી ગેમ ઝોન મોતકાંડ માનવસર્જિત… જયંત પંડયા. કસુરવાન અધિકારીઓને આરોપી બનાવવા વિજ્ઞાન જાથાની માંગણી. અગાઉ સીટની રચાની કસુરવાનોને છાવરવા માટે સાબિત થઈ છે. મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, પી.જી.વી.સી.એલ. ની મિલીભગતથી અગ્નિકાંડ. પોલીસ તંત્રે મંજુરી આપી તો ફરિયાદી પોલીસની ભૂમિકા શંકાસ્પદ. રાજયમાં અગાઉ અગ્નિકાંડ જેવી ઘટનામાં એકપણને સજા થઈ નથી. સસ્પેન્ડ અધિકારીઓને આરોપી બનાવી સરકાર દાખલો બેસાડે. પેટ્રોલ-ડિઝલના મોટો જથ્થા માટે કોણ જવાબદાર ? અગ્નિકાંડમાં મહાનગરપાલિકાની ગુન્હાહિત ભૂમિકા સાબિત. મોતકાંડમાં સરકાર આંકડા કેમ છુપાવે છે ? સત્યનો ઉજાગર કરવાનો જાથાનો પ્રયાસ છે.

રાજકોટ : રાજકોટ મવડી વિસ્તારમાં ટી.આર.પી. ગેમ ઝોનમાં ગમખ્વાર અકસ્માત, અગ્નિકાંડ–મોતકાંડમાં સરકારી તંત્ર જવાબદાર સાથે માનવસર્જિત હોવાનું ભારત જન વિજ્ઞાન જાથાનું સ્પષ્ટ તારણ છે. કસુરવાન અધિકારીઓને સસ્પેન્ડ કરતાં આરોપી બનાવવાની માંગ કરવામાં આવે છે. પોલીસ તંત્રે મંજુરી આપી છે તેથી પોલીસ ફરિયાદી બને ત્યારે આશંકા ઉપજે છે. અગાઉ સીટની રચનામાં એકપણ આરોપીને સજા થઈ હોઈ તેવું જાણમાં નથી. સીટની રચનામાં સ્થાનિક અનુભવી તજજ્ઞોને સામેલ કરવા જોઈએ. સીટની રચના કસુરવાનોને છાવરવાનું ગતકડું સાબિત થયું છે.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રાજકોટ ગેમ ઝોનમાં ગમખ્વાર અકસ્માતમાં નિર્દોષ ૩૦ થી વધુ નાગરિકોના મોતની આશંકા છે ત્યારે સરકારનું રાબેતા મુજબનું કડક વલણ જોવા મળે છે. વાસ્તવમાં અગાઉના પાંચ-છ અગ્નિકાંડ-પાણીકાંડ જેવી આઘાતજનક ઘટનામાં એકપણ આરોપીને સજા થઈ હોઈ તેવું જાણમાં નથી. સીટની રચના, કસુરવાનોને છાવરવાનું માત્ર ગતકડું સાબિત થયું છે. ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, પી.જી.વી.સી.એલ., મનોરંજન કર શાખા, મામલતદાર, વેરા વિભાગ સહિત ભ્રષ્ટ મનોવૃત્તિ ધરાવનારા, જગ્યાના માલિક, સંચાલકો સાથેનું ષડયંત્ર જાથાના તારણમાં જોવા મળે છે. સસ્પેન્ડ થયેલા મોટાભાગના અધિકારીઓ સમયાંતરે નોકરીમાં પરત આવે છે. કસુરવાન અધિકારીઓને આરોપી બનાવી જેલના સળીયા પાછળ ધકેલવા જાથા માંગણી કરે છે. બીજીવાર આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તેવો જાથાનો મત છે. વર્તમાન સમયે સરકારની કામગીરીથી લોકો સંતુષ્ટ નથી. પોલીસ તંત્ર લોકોની મદદ માટે હોય છે, ભય કે ડરાવવા માટે નહિ તેવું સાબિત કરવું પડશે. પોલીસ તંત્રે જ મંજુરી કયા આધારે આપી તે યક્ષ પ્રશ્ન છે ? આવા કિસ્સામાં પોલીસ ફરિયાદી બને તો કસુરવાનોને છાવરશે તેવો લોકોનો અભિપ્રાય છે. તેથી તટસ્થ એજન્સી કે વ્યક્તિને ફરીયાદી બનાવવા જોઈએ.

વધુમાં જયંત પંડયા જણાવે છે કે બે દિવસમાં મળેલા તથ્યોને આધારે ૩૦૦૦ ચો.મીટરનો

મહાનગરપાલિકા વેરો વસુલે છે ત્યારે તેમાંનું કામચલાઉ બાંધકામ, સ્ટ્રકચર, ગેમ ઝોન તેની

પ્રવૃતિઓ, પાર્ટી પ્લોટનો કોમર્શિયલ હેતુ કેમ ધ્યાનમાં આવ્યું નહિ. ટાઉન પ્લાનીંગ શાખા નાના

મકાનો, ગરીબોને નોટીસ આપે છે. આ કિસ્સામાં એકપણ નોટીસ આપી નથી, તેથી ભ્રષ્ટાચારની

ગંધ આવે છે. મીલીભગત સ્પષ્ટ દેખાય છે. પી.જી.વી.સી.એલ. માં કેટલા હોર્સ પાવરની માંગણી,

સ્થળ ઉપર તપાસ નાટક સાબિત થયું છે. તેના અધિકારીના ખિસ્સા આશંકા ઉપજાવે છે. ૩૦૦૦૦

ફુટમાં ડોમ વિગેરે પાવર લાઈન અકસ્માત સામેની સગવડ ઉભી કરી છે કે નહિ તે નજરઅંદાજ

કર્યો છે. તેથી ગુન્હાહિત પ્રવૃતિમાં સામેલને આરોપી બનાવવા જોઈએ. વેરા વિભાગ, ફાયર,

બાંધકામ શાખા પણ જવાબદાર છે. પોલીસ તંત્રે કયા આધરે અગાઉ મંજુરી આપી તે તપાસનો

વિષય છે. આવા દુઃખદ બનાવોનું પુનરાવર્તન ન થાય તેથી જાથાએ વિચાર રજૂ કર્યો છે.

વિશેષમાં જયંત પંડયા જણાવે છે કે સરકારી તંત્ર સાથે જગ્યાના માલિક, ગેમ ઝોનના સંચાલક વિગેરે ઈસમો આ કમનસીબ ઘટનામાં સામેલગીરી હોય તેવું જણાય છે. તેથી પુનરાવર્તન ન થાય તેવા પ્રયાસો માટે જાથાએ ઝંપલાવ્યું છે. નિર્દોષ હોમાઈ ગયા તે માટે કસુરવાનોને સજા થવી જોઈએ તેવો સ્પષ્ટ મત જાથા રાખે છે. મનોરંજન કર વિભાગ, મામલતદાર, ટિકીટના દર, પેકેજમાં વારંવાર ફેરફારો કરે તો જવાબદાર અધિકારીની જાણ બહાર ગેમ ઝોન કરતું હતું તો તેમાં સંચાલકની આર્થિક તાકાત, ધાક કારણભૂત હોઈ શકે. પેટ્રોલ-ડિઝલનો મોટા પ્રમાણમાં જથ્થો હતો તેમાં તથ્ય બહાર આવવું જોઈએ. તેમાં દોષિતોને જેલ ભેગા કરવા જોઈએ. વારંવાર આવી ક્રુર-દુઃખદ ઘટના ન બને તે માટે સૌ કોઈ ચિંતિત છીએ.

જાથાના પંડયા જણાવે છે કે સીટની છાપ ખરડાઈ ગઈ છે. લોકોને વિશ્વાસ નથી. તેથી બહારના તજજ્ઞોનો સમાવેશ કરવો જોઈએ. કસુરવાન સરકારી અધિકારી ઉપરાંત ગેમ ઝોનના કસુરવાન તમામને આરોપી બનાવી દાખલારૂપ કામગીર માટે સરકારને પ્રાર્થના કરવામાં આવે છે. અગાઉની સીટની રચના ફારસ સાબિત થઈ છે. આરોપીઓ જામીન મેળવી કેસને રફેદફે કરી નાખે છે તેથી જાથા લોકોની ચિંતા સાથે સહમત છે.

અંતમાં સરકાર એકવાર દોષિત અધિકારીઓ ઉપર દાખલારૂપ કામગીરી કરશે તો વિશ્વસનીયતા સાબિત થશે. જાથા સરકારને રૂબરૂમાં આવેદનપત્ર આપી પોતાનો મત રજૂ કરશે. ભવિષ્યમાં આવા દુઃખદ બનાવોનું પુનરાવર્તન ન થાય તે સંબંધી કાર્યવાહીની માંગ કરશે. સરકારે આજે નહિં તો કાલે ભ્રષ્ટાચારની હપ્તાની જુગલબંધી બંધ કરાવી પડશે. પોલીસની કામગીરી આશંકા બતાવે છે. જાથા સમાજનું અંગ છે. છેલ્લા ૩૩ વર્ષથી બંધારણના આમુખ પ્રમાણે કામ કરે છે. સત્યનું ઉજાગર કરવાનો પ્રયત્ન છે. માનવું, ન માનવું તે સૌનો અધિકાર છે. કસુરવાન તમામને જેલના સળીયા પાછળ ધકેલી દેવા માંગણી કરવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button