JETPURRAJKOT

જેતપુરમાં મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ લઈ છું મંતર થયેલા બે ઇસમોને ઝડપી પાડયા.

તા.૩૧ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુરમાં ચાર દિવસ પૂર્વે બનેલા બનાવ નો ભેદ ઉકેલાયો

રાજકોટ જિલ્લાના જેતપુરમાં બે દિવસ પહેલા બાલાજી મોબાઇલ નામની દુકાનમાંથી બે મોબાઇલ ફોનની ચીલઝડપ કરી નાસી જતાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડી મોબાઈલ સહિત રૂ.૬૫.૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ જેતપુર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર દિવસ પૂર્વે બાલાજી મોબાઇલ નામની દુકાનમાંથી બે મોબાઇલ ફોનની ચીલ ઝડપ કરી બે શખ્સ નાસી છૂટ્યા હતા જે બનાવનાં સંદર્ભે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ બંને શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા બંને શખ્સ હાર્દિક સુરેશભાઈ સરવૈયા (રહે.સેલુકા તા.જેતપુર) તેમજ જયદીપ તુલસીદાસ અગ્રાવત (રહે. ભાદર સામાકાંઠે જેતપુર) વાળાઓને ઝડપી પાડી બે મોબાઇલ ફોન તેમજ મોટર સાયકલ સહિતનો કુલ રૂ.૬૫.૦૦૦ મુદ્દામાલ કબજે કરી ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવી હતી

[wptube id="1252022"]
Back to top button