
તા.૨૮ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
શહેરના તીનબતી ચોક ખાતે 30 હજાર દીવડાની મહાઆરતીનું પણ આયોજન
શહેરના પ્રાચીન શ્રી નૃસિંહ મંદિર થી આઝાદી પહેલાંથી પરંપરા મુજબ રામનવમી ની સૌથી લાંબો પગપાળા રૂટ પર નીકળતી શોભાયાત્રા યોજવામાં આવે છે .
પ્રતિ વર્ષની પરંપરા અંતર્ગત આ વર્ષે પણ જેતપુરમાં અતિ પ્રાચિન તેમજ કલા સાંસ્કૃતિ અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા શ્રી નૃસિંહ મંદિરના પવિત્ર સ્થાનમાં તા. 30/03/2023ના ચૈત્ર સુદ-9 ને ગુરૂવારના રોજ અખિલકોટી બ્રહ્માંડ નાયક મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે

વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે ૮૩ મી ભવ્ય શોભાયાત્રા માટે આ સાલ શ્રધ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે .
ઈ.સ. ૧૯૯૦માં ભાજપે સોમનાથથી અયોધ્યા સુધીની રામ રથયાત્રા લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં કાઢી હતી. આ રામ રથયાત્રાના રથમાં લોકોના દર્શનાર્થે રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની મૂર્તિવાળો રામ દરબાર રાખવામાં આવેલ હતો.
આઝાદી પૂર્વેથી જેતપુર શહેરમાં શ્રી રામ જન્મોત્સવની શોભાયાત્રા નીકળે છે. તે શોભાયાત્રામાં દર વર્ષે નગરજનોના દર્શનાર્થે આ રામ દરબારને શોભાયાત્રામાં સાથે રાખવામાં આવે છે. રામ દરબાર પંચધાતુનો બનેલ હોય તેની પ્રત્યેક મૂર્તિ અતિ વજનદાર છે જેને ઉંચકવા માટે ચાર પાંચ વ્યક્તિઓ જોઈએ. આ રામ દરબારને શોભાયાત્રામાં લઈ જતી વખતે ભગવાન શ્રી રામનો તેમજ ભ્રાતા લક્ષ્મણનો હાથ તેમજ તીર કામઠુ અને વીર હનુમાનજીની ગદા વગેરે છે. દર વર્ષે શ્રી રામ જન્મોત્સવ વખતની શોભાયાત્રાના સમયે આ રામ દરબારને મંદિર દ્વારા રંગ રોગાન કરવામાં આવે છે.

નૃસિંહ મંદિરના મહંત શ્રી કનૈયા આનંદ મહારાજ ની સીધી જ આગેવાની હેઠળ શહેરના તમામ મુખ્ય માર્ગો , અને મોટાભાગના વિસ્તારો ધજા-પતાકા થી સુશોભિત થઈ ચૂક્યા છે.આ સુશોભનમાં યુવાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો
કોમી એકતા ના પ્રતિક રૂપે શહેરના સમસ્ત મુસ્લિમ બિરાદરો દ્વારા શોભાયાત્રામાં ઠંડી છાશનો વિતરણ અને ફૂલવાડી રોડ પર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત અનેક યુવા મંડળ અને મહિલા મંડળ દ્વારા શરબત જ્યુસ અને પાણીના સ્ટોલ મુકવામાં આવનાર છે શોભાયાત્રામાં આશરે 50થી વધારે પારંપરિક અને ધાર્મિક ઝાંખીઓની ઝાકમઝોળ જોવા મળશે પચ્ચીસેક જેટલા ઘોડેસવારો આ શોભા યાત્રામાં જોડાઈ પોતાનું કૌવત બતાવશે. ડીજે ના સંગીતના અને બેન્ડવાજા તેમજ પારંપરિક ઢોલને શરણાઈ ના સુર અને તાલ સાથે ભાવભેર આનંદોલ્લાસ છવાશે..

ઉપરાંત શહેરના તીનબતી ચોક ખાતે 30 હજાર દીવડાની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર શહેરનાં લોકોને જોડાવા અપીલ કરવામાં આવી છે. આ શોભાયાત્રામાં પૂજ્ય સંતો, મહંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી રથમાં બિરાજમાન થઈ જોડાશે. આ સમગ્ર શોભાયાત્રા ના આયોજનનું મોનીટરીંગ રામ જન્મોત્સવ સમિતિના અધ્યક્ષ મનોજ પારઘી કરી રહ્યા છે








