RAJKOTUPLETA

રાજકોટ જિલ્લા આઇ. સી. ડી. એસ. મા કાયમી મુસાફરી ભથ્થું કૌભાંડમાં ઉચ્ચકક્ષા એ રજૂઆત,

‘પાડા ના વાંકે પખાલી ને ડામ’ જવાબદાર અધિકારી નો તેવો વ્યવહાર??

૨ જુલાઈ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા


રાજકોટ જિલ્લા ના આઈ. સી. ડી. એસ. ના જુદા જુદા ધટકો મા સરકાર ઠરાવેલા ઠરાવ વિરુદ્ધ દર મહિને ૧૨૨૦ રૂપિયા મુખ્ય સેવિકા મેળવતા હતા તે અંગે વીગતવાર અખબારી અહેવાલો પ્રસિધ્ધ થતા જેતે ઘટક ના બાળ વિકાસ યોજના અધિકારી શ્રી દ્વારા તાત્કાલિક અસર થી કાયમી મુસાફરી ભથ્થું મા રોક લગાવી દીધી હતી.

“આ કાયમી મુસાફરી ભથ્થું ના કૌભાંડ નો પર્દાફાશ થતા એક જવાબદાર અધિકારી દ્વારા પત્રકાર વિષે બફાટ શબ્દો પ્રયોગ કર્યો હતો એ જવાબદાર અધિકારી સાંભળી લે અને વાંચી પણ લે કે પત્રકાર તરીકે અમે અમારી જવાબદારી સમજી ને સત્ય પ્રકાશિત કરીએ છીએ પણ તમે પબ્લિક ફંડ માથી પગાર મેળવો છતા ક્યારેય કોઈ સાચી તપાસ કરીને દાખલા રૂપી કાર્યવાહી કરી છે?

આ કાયમી મુસાફરી ભથ્થું કૌભાંડમાં ભૂતકાળ ના પ્રોગ્રામ ઓફિસર વત્સલા બેન દવે રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર હતા ત્યારે કોઈ નિયમો ઠરાવો ધ્યાને લીધા વીના બધુ લાગુ પાડેલ હતુ.

હાલ કાયમી મુસાફરી ભથ્થું કૌભાંડ બાબતે રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ની કચેરી મા માહિતી અધિકાર કાનૂન અંતર્ગત માહિતી માગવા મા આવી છે કે જિલ્લા કક્ષા આઇ. સી. ડી. એસ. કચેરી મા મુખ્યસેવીકા ફરજ પર હતા એને કાયમી મુસાફરી ભથ્થું ચૂકવેલ છે કે કેમ તે માહિતી મળ્યા બાદ વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તો નવાઈ વધુ વિગતો આવતા સમયે.

[wptube id="1252022"]
Back to top button