
તા.૨૯/૬/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ અગાહીના પગલે સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે યાત્રાધામ વીરપુર પંથકની વાત કરીએ તો યાત્રાધામ વિરપુરમાં પહેલા ધીમીધારે વરસાદ શરૂ થયો હતો જ્યારે બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો,

બપોર બાદ વરસેલો વરસાદ સવા ઈંચ જેટલો વરસ્યો હતો તેમજ વીરપુર સહિત મેવાસા, પીઠડીયા, સેલુકા,
કાગવડ,ખોડલધામ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમને લઈને ખેડૂતોએ વાવેલા પાક કપાસ,મગફળી ,સોયાબીન સહિતના પાકો માથે કાચું સોનુ વરસ્યું હતું તો બીજી બાજુ વીરપુરના પીઠડીયા,ખોડલધામ,
કાગવડ સહિતના ગામોમાં ખેડૂતોના ખેતરોમાં ગોઠણડૂબ પાણી ભરાયા જેના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા પાક માથે પાણી ફરી વળ્યાં હતા તો ક્યાંક ને ક્યાંક ખેતરોમાં પાક ધોવાણની ભીતિ સર્જાય હતી.

[wptube id="1252022"]








