JETPURRAJKOT

જેતપુર શહેરમાં રામ જન્મોત્સવની શોભાયાત્રામાં સામેલ થતા ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા

તા.૩૧ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયા સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ

મર્યાદા પુરુષોત્તમશ્રી રામ ભગવાનના જન્મોત્સવ પ્રસંગે જેતપુર ખાતે પરંપરાગત રીતે યોજાતી શોભા યાત્રામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સામેલ થયા હતા

રામ જન્મોત્સવ સમિતિ અને નૃસિંહ મંદિર, જેતપુર દ્વારા ભગવાન શ્રી રામના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે ભવ્ય શોભા યાત્રા જેતપુર શહેરમાં સંતો મહંતો ,ભાવિકોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં મંદિરના મહંતશ્રી કનૈયાનંદજી મહારાજએ દંડકશ્રી જગદીશભાઈ મકવાણાને આશીર્વચન આપ્યા હતા.

આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહી સંતો મહંતો અને ભાવિક ભક્તોના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યો છું એમ શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું.

જેતપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ ગાદી સ્થાનની દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ મુલાકાત લઇ ધન્યતા અનુભવી હતી અને સ્વામિનારાયણ મંદિર જેતપુરના મુખ્ય સ્વામીશ્રી નીલકંઠચરણ સ્વામી અને સ્નેહસાગર સ્વામી સાથે બેસીને સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાનનો મહિમા જાણ્યો હતો.

આ પ્રસંગે જેતપુરના ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયા, યુવા અગ્રણીશ્રી પ્રશાંતભાઈ કોરાટ, માજી મંત્રી શ્રી જસુમતીબેન કોરાટ, શ્રી લલિતભાઈ રાદડિયા, શ્રી સુરેશ સખરેલીયા તેમજ જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારના અગ્રગણ્ય આગેવાનો શોભા યાત્રામાં જોડાયા હતા

આ આયોજનમાં જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો અને વિવિધ સંસ્થા પોતાના વાહનોમાં શ્રી રામ ભગવાનના પ્રસંગો ના ટેબ્લો સાથે જોડાયા હતા. આ પ્રસંગે જેતપુર શહેરની મુખ્ય બજારોને શણગારવામાં આવી હતી.

શ્રી રામ જન્મો્સવ સમિતિ, જેતપુરના અધ્યક્ષશ્રી મનોજ ભાઈ પારધી, શ્રી મનોજભાઈ રબારી, શ્રી કલ્પેશ રાંક અને તેમની ટીમ સાથે વિવિધ સંસ્થાઓએ શોભાયાત્રા માટે જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button