JETPURRAJKOT

સોશ્યલ મીડિયા મારફત સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવા, રાજકોટ પોલીસની સાયબર ક્રાઈમ શાખા દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા

તા.૧૧ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાયબર ક્રાઇમ પોલીસ,રાજકોટ શહેર દ્વારા રાજકોટની જનતાને જાહેર અપીલ કરવામાં આવે છે કે, સાયબર ઠગ સોશીયલ મિડીયાના માધ્યમથી નવા નવા કીમિયો અપનાવી લોકોને વિશ્વાસમા લઇ તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જેમા તમને શરૂઆતમાં તમારા વ્હોટ્સએપ મોબાઇલ નંબર પર કોઇ અજાણ્યા મોંબાઇલ નંબરમાથી સાયબર ગઠીયાઓ દ્વારા મેસેજ મોકલવામાં આવે છે. જેમાં ઇન્સ્ટાગ્રામ-યુટ્યુબના વિડીયો તથા પેજને ફોલો અને લાઇક કરવાનુ ટાસ્ક આપી પૈસા કમાવવાની લાલચ આપવામાં આવે છે, જેનો શિકાર બની સામાન્ય લોકો પૈસા ગુમાવે છે.

નાસમજ નાગરિકોને લોભામણી જાળમાં ફસાવવા માટે સાયબર ઠગો યુ-ટયુબના વિડીયો કે ઇન્સ્ટાગ્રામ દ્વારા ક્રમાનુસાર સૂચના આપી નજીવી રકમ ખાતામા ટ્રાન્સફર કરી તેમનો વિશ્વાસ જીતે છે. અને ટેલીગ્રામના ગ્રૂપમાં એડ કરી અલગ અલગ ટાસ્ક આપી ઇન્વીટેશન કોડ સબમીટ કરાવી ટાસ્ક કમ્પ્લીટ કરવા પર તે વોલેટમાં પૈસા જમા કરાવી વિશ્વાસમાં લીધા બાદ ટાસ્ક કમ્પ્લીટ કરવા અલગ અલગ રકમથી રીચાર્જ કરી લોભામણું વળતર મેળવવાની લાલચવાળી ઓફર આપવામાં આવે છે અને અંતે છેતરપિંડી આચરવામાં આવે છે.

આથી રાજકોટ શહેરની જનતાને જાહેર અપીલ કરવામાં આવે છે કે,કોઇ પણ અજાણ્યા મોબાઇલ નંબરમાંથી આવતા ટાસ્ક કમ્પ્લીટ કરવા પર પૈસાની લોભામણી લાલચવાળા વ્હોટ્સએપ મેસેજને અવગણવા, તે મોબાઇલ નંબર બ્લોક કરવા, ડીલીટ કરવા અને વિશ્વાસમાં આવવું નહીં કે કોઇ પણ આવેલી લિંક ઓપન કરવી નહી કે OTP શેર ન કરવો. અન્ય બીનજરૂરી ઓનલાઇન સાઇટ પર માહિતી શેર કરવી નહી, આટલી તકેદારી રાખવાથી સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકી શકાશે.

[wptube id="1252022"]
Back to top button