JETPURRAJKOT

રાજકોટના વિવિધ વિસ્તારોમાં આવેલ BAPS સ્વામિનારાયણ સંસ્કારધામોમાં પાટોત્સવ પર્વની ભવ્ય ઉજવણી

તા.૧૩ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પાટોત્સવ પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ સંસ્કારધામોમાં બાળ-બાલિકા, યુવક-યુવતી, પુરુષ અને મહિલા સંમેલનોના આયોજનો

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટ ખાતે ગતવર્ષે ૪ નૂતન સંસ્કારધામોની પ્રતિષ્ઠા સમ્પન્ન થઈ હતી. આ વર્ષે સંસ્કારધામોના પાટોત્સવ પર્વની ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા તમામ સંસ્કારધામ ખાતે ત્રિ-દિવસીય પાટોત્સવ પર્વની ઉજવણી અંતર્ગત બાળ-બાલિકા સંમેલન, યુવક-યુવતી સંમેલન, પુરુષ અને મહિલા સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત શહેરના સોરઠીયાવાડી, આમ્રપાલી વિસ્તારોમાં ગત અઠવાડિયે પાટોત્સવ યોજાઈ ગયા. તિરુપતિ પાર્ક સંસ્કારધામ ખાતે પાટોત્સવ પર્વ ઉજવાયો હતો જેમાં બુધવારે પાટોત્સવના દિવસે રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને ભારત સરકારના મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજી અને સંતોના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. યુનિવર્સિટી રોડ સંસ્કારધામ ખાતે છેલ્લા ૨ દિવસથી પાટોત્સવ પર્વની ઉજવણી ચાલી રહેલ છે અને આજે પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે રાત્રે ૮:૩૦ થી ૧૧ દરમ્યાન કીર્તન આરાધનાનું પણ આયોજન છે.

શહેરના તમામ સંસ્કારધામોમાં પાટોત્સવ પર્વની ઉજવણી અંતર્ગત ‘સંસ્કારોની સંજીવની-બાળસભા’ થીમ પર બાળ-બાલિકા સંમેલન યોજાઈ ગયા હતું જેમાં બાળકોએ જ સ્વાગત નૃત્ય દ્વારા સૌને આવકાર્યા હતા. ત્યારબાદ અભ્યાસનું મહત્વ સમજાવતો સંવાદ ‘બાળારાજા’, બાળ પ્રવચન, માઈમ દ્વારા સુટેવ – કુટેવની પ્રેરક પ્રસ્તુતિ, સ્કીટ અને વિડીયો દ્વારા બાળસભાના ફાયદા, માતા-પિતાના ઉપકારો વિષયક સંતોના પ્રેરક પ્રવચન રજૂ થયેલા. મંગળવારે યુવક-યુવતી સંમેલન યોજાયું હતું જેમાં પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ પ્રવર્તમાન પરિસ્થિતિને અનુરૂપ ‘Let’s Prepare to Preform for IPL – Integrity, Patient & Leadership’ વિષયક પ્રેરક પ્રવચન રજૂ કર્યું હતું. મહિલા સંમેલન અંતર્ગત મહિલા સભ્યો દ્વારા મંદિર દ્વારા ચાલતી વિવિધ મહિલા ઉત્કર્ષ પ્રવૃતિઓ વિષયક વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.

પાટોત્સવના દિવસે સવારે મંદિરેથી તમામ પૂજનીય સંતો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી દ્વારા મહાપૂજાવિધિ સંપન્ન થઈ હતી. ત્યારબાદ અક્ષરપુરુષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ, ગુરુપરંપરા, રાધાકૃષ્ણ દેવ, હનુમાનજી તથા ગણપતિજીની મૂર્તિને નૂતન આભૂષણો અને અલંકારયુકત વાઘા પહેરાવી, ભક્તોએ તૈયાર કરેલ વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો અને ઠાકોરજીની આરતી સંપન્ન થઈ હતી. પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ પાટોત્સવ પ્રસંગે પ્રવચન દ્વારા સંસ્કારધામમાં ચાલતી સત્સંગ પ્રવૃતિઓ દ્વારા જોડાઈને પરિવારમાં અને સમાજમાં સુખ, શાંતિ પ્રસરાવી એ વિષયક માર્ગદર્શન પાઠવ્યું હતું. અંતે મંદિરેથી ઉપસ્થિત તમામ સંતો તથા હરિભક્તો દ્વારા ભગવાન સમક્ષ ભારત દેશ અને સમગ્ર વિશ્વમાં સુશાંતિ સ્થપાય અને ભારત દેશ અને વિશ્વના તમામ ભક્તો-ભાવિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ પાટોત્સવ અવસર પર રાજકોટના શ્રેષ્ઠીજનો તથા ભાવિક ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હજુ આવનારા દિવસોમાં પ્રમુખનગર સંસ્કારધામ ખાતે તા.૧૫ સોમવારથી તા.૧૭ બુધવાર દરમ્યાન પાટોત્સવ પર્વ ઉજવાશે જે અંતર્ગત સોમવારે બપોરે ૪ થી ૭ બાળ-બાલિકા સંમેલન, મંગળવારે બપોરે ૩ થી ૬ મહિલા સંમેલન, રાત્રે ૮:૩૦ થી ૧૧ યુવક-યુવતી સંમેલન અને બુધવારે સવારે ૭ થી ૯ દરમ્યાન પાટોત્સવ પૂજનવિધિ, અન્નકૂટ દર્શન અને રાત્રે ૮:૩૦ થી ૧૧ કીર્તન આરાધનાનો લાભ મળશે. જયારે શ્રદ્ધાપાર્ક સંસ્કારધામ ખાતે તા.૧૮ ગુરુવારથી તા.૨૦ શનિવાર દરમ્યાન પાટોત્સવ પર્વ ઉજવાશે જે અંતર્ગત ગુરુવારે બપોરે ૪ થી ૭ બાળ-બાલિકા સંમેલન, શુક્રવારે બપોરે ૩ થી ૬ મહિલા સંમેલન, રાત્રે ૮:૩૦ થી ૧૧ યુવક-યુવતી સંમેલન અને શનિવારે સવારે ૭ થી ૯ દરમ્યાન પાટોત્સવ પૂજનવિધિ, અન્નકૂટ દર્શન અને રાત્રે ૮:૩૦ થી ૧૧ કીર્તન આરાધનાનો લાભ મળશે.

ભાવિક-ભક્તજનોને સંસ્કારધામમાં નિત્ય ભગવાનનાં દર્શન સવારે ૭:૩૦ થી ૧૨:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૯:૦૦ સુધી થશે જેમાં સવારે ૭:૧૫ વાગ્યે શણગાર આરતી તેમજ સાંજે ૭:૦૦ વાગ્યે સંધ્યા આરતીનો લાભ મળી રહ્યો છે. ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા સંસ્કારધામો દ્વારા થઈ રહેલા અનેક સમાજ ઉપયોગી કાર્યોમાં યશભાગી બનવા માટે રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી દ્વારા સર્વે ભાવિકજનોને પહેલ કરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button