
હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર સરકાર સ્કૂલોમાં વહેંચેલાં ટેબલેટ વિદ્યાર્થીઓ પાસેથી પાછા માગતાં વિવાદ સર્જાયો છે. ગયા વર્ષે ભાજપ-જેજેપી સરકાર દ્વારા મફત ટેબલેટ આપવાનું એલાન કરીને પાંચ લાખ ટેબ્લેટ વહેંચવામાં આવ્યાં હતા. ટેબલેટ સાથે 2 જીબી મફત ડેટાવાળા સિમ કાર્ડ પણ આપ્યા હતા. હવે સરકારે ફતવો બહાર પાડયો છે કે, ટેબ્લેટ પાછાં જમા કરાવાય અને જે વિદ્યાર્થીઓએ ટેબલેટ પાછાં નથી આપ્યાં તેમને પરીક્ષામાં નહી બેસવા દેવાય.
ડીએસઈ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ ફરમાન કરાયું છે. શિક્ષણાધિકારીઓએ તે સ્કૂલોના પ્રિન્સિપલને આદેશ આપ્યા છે કે, ધોરણ 10,11 અને 12ના વિદ્યાર્થીઓએ પોતાની સ્કૂલમાં મફત આપેલા ટેબલેટ જમા કરાવવાના છે. વિદ્યાર્થીએ પરીક્ષામાં બેસવા માટેની હોલ ટિકિટ જોઈતી હોય તો, ચાર્જર, સિમ કાર્ડ અને ટેબલેટ સાથે આપવામાં આવેલ અન્ય સમાન પણ સ્કૂલમાં જમા કરાવવાનો રહેશે.