JETPURRAJKOT

લોકમેળા સમિતિમાંથી કલેકટરશ્રીના હસ્તે મનોદિવ્યાંગ બાળકોની વિવિધ સંસ્થાઓને રૂ.૧૫ લાખની વસ્તુઓ અર્પણ

તા.૧૪ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુએ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગ હેઠળ આવેલી વિવિધ મનોદિવ્યાંગ સંસ્થાઓને લોકમેળા સમિતિમાંથી આશરે રૂપિયા ૧૫ લાખ સુધીની વસ્તુઓ અર્પણ કરી હતી.

મનોદિવ્યાંગ બાળકો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને કલેકટરશ્રીએ લોકમેળા સમિતિમાંથી આઠ અલગ – અલગ સંસ્થાઓના મનોદિવ્યાંગ બાળકો અને સંસ્થાઓની જરૂરિયાત મુજબ ટી.વી., કોમ્પ્યુટર, વોશિંગ મશીન, હોમ થિયેટર, ૫૦ વ્હીલ ચેર સહિતની વસ્તુઓ અર્પણ કરી હતી.

આ વેળાએ કલેકટરશ્રીએ બાળક મજૂરી અટકાવવા અને બાળ મજૂરી કરતા બાળકોનું સમાજમાં પુનઃ સ્થાપન થાય તે બાબતે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને કારખાનાના માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપી હતી. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી કે.જી.ચૌધરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો.પ્રાર્થનાબેન શેરસિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી મિત્સુબેન વ્યાસ, વિવિધ સંસ્થાના સુપ્રિટેન્ડન્ટશ્રીઓ તથા દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહયા હતા.

[wptube id="1252022"]
Back to top button