JETPURRAJKOT

૨૪મી મે થી ટુવ્હિલરની GJ-03-NC સીરીઝના ગોલ્ડન – સિલ્વર નંબરનું ઓનલાઈન ઓકશન થશે

તા.૧૮ મે

વાત્સલ્યમ્ સમાચાર

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા મોટરસાઇકલ પ્રકારના વાહનો માટે GJ-03-NC સિરીઝનું ઓનલાઇન ઓક્શન તા.૨૪ મે થી શરૂ કરવામાં આવનાર હોવાથી GJ- 03-NC તથા અગાઉની સિરીઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહનમાલિકો તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરી http://parivahan.gov.in/fancy પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ઓક્શનમાં ભાગ લઈ શકશે.

આ ઓક્શનમાં ગોલ્ડન-સિલ્વર તથા રેગ્યુલર નંબર મેળવવા માગતા અરજદારોએ તા.૨૪ થી ૨૯ મેના સાંજે ૦૪ કલાક થી સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા.૨૯ મે ના સાંજે ૦૪:૦૧ કલાકથી તા.૩૧ મે ના સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૦૪:૧૫ કલાકે પરીણામ ઓનલાઇન જાહેર થશે.

અરજદારોએ ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે parivahan.gov.in વેબસાઇટ પર જઈ ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યાર બાદ fancy number booking પર ક્લિક કરીને પબ્લિક યુઝર પર આઈ.ડી. બનાવવાનું રહેશે. અને સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભર્યા બાદ તેમાં પસંદગીનો નંબર સિલેક્ટ કરી ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ હરરાજીમાં ભાગ લઈ શકાશે. ત્યાર બાદ પાંચ દિવસમાં હરરાજીની બાકીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ. કચેરીઓથી એપ્રુવલ લઈ નંબર મેળવી વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ.ફોર્મ ભરવાનું રહેશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે

[wptube id="1252022"]
Back to top button