JETPURRAJKOT

બાગાયતી નર્સરી સ્થાપવા માટે ખેડુતોને રૂ. ૨.૭૫ લાખ સુધીની સહાય મળવાપાત્ર

તા.૨૦ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

૧૯ જુલાઈ સુધીમાં આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરવા સૂચના

બાગાયતી પાકો સ્વરોજગારીની તકો પુરી પાડે છે. આથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી મુલ્યવર્ધનથી વધુ આવક મેળવવા અને ખેડુતોને મદદરૂપ થવા માટે સરકાર દ્વારા વિવિધ સહાય આપવામા આવી રહી છે. જેમાં બિયારણ, ધરું કે ફળ રોપના ઉત્પાદન માટે નર્સરી સ્થાપવા ખેડુતને ખર્ચના ૬૫% અથવા મહત્તમ રૂ. ૨,૨૭,૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય આપવામા આવે છે. નર્સરી ઓછામાં ઓછા ૨૦૦ ચો.મી તથા વધુમાં વધુ ૫૦૦ ચો.મી વિસ્તારમાં બનાવી શકાય છે. ૫૦૦ ચો.મી વિસ્તારની નર્સરી માટે નર્સરી સ્ટ્રકચર દીઠ રૂ. ૩ લાખ અને સ્ટાર્ટર કીટ રૂ. ૫૦ હજાર એમ લગભગ રૂ. ૩.૫ લાખનો ખર્ચ થાય છે.

આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ, આધારકાર્ડ, બેન્ક પાસબુક, વન અધિકાર પત્ર, જાતિનો દાખલો, દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર વગેરેમાંથી લાગુ પડતા દસ્તાવેજો રજુ કરી https://ikhedut.gujarat.gov.in પર તા. ૧૯ જુલાઇ સુધીમાં અરજી કરી શકાશે. ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ જરૂરી પુરાવા સાથે જીલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે મોકલવાની રહેશે. સહાય મેળવવા માટે જી.આઇ. પાઇપવાળા સ્ટ્રકચર સાથે નેટ/પ્લાસ્ટીક (યુ.વી.) અથવા બન્નેનો સમન્વય કરી તેમજ જરૂરી સાધનો જેવા કે પ્લગ ટ્રે, મીડીયા, પ્લાસ્ટીક બેગ, હેન્ડ ટુલ્સ ટ્રોલી, કેરેટ્સ, પિયત સુવિધા વગેરે વસાવવાની રહેશે તેમજ નર્સરીનું સ્ટ્રકચર નિયામાનુસાર માન્ય થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનું રહેશે. વધુ માહિતી માટે જિલાના નાયબ નિયામકશ્રી (બાગાયત)ની કચેરી કે ૦૨૮૧-૨૪૪૫૫૧૭ ફોન નંબર પર સંપર્ક કરી શકાશે તેમ રાજ્યના બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button