RAJKOT

ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ અને કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષતામાં જિલ્લા બાળ સુરક્ષા સમિતિ બેઠક યોજાઈ

તા.૧૬/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ અને કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષતામાં જિલ્લા બાળ સુરક્ષા સમિતિ અને સમાજિક સહાય હેઠળની યોજનાઓ માટે જિલ્લા કક્ષાની સમિતિ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સમાજ સુરક્ષા અધિકારીશ્રી પ્રાર્થનાબેન સેરસીયાએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ચાલુ વર્ષ દરમિયાન થયેલ સમાજિક સહાય કાર્યક્રમ હેઠળ, બાળ સુરક્ષા સમિતિ અને બાળ કલ્યાણ સમિતિ અંતર્ગત વિવિધ યોજનાઓ હેઠળ થયેલા કામો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. તેમજ સુરક્ષા સમિતિ અંતર્ગત કાર્યરત પી.એમ. ફોર ચિલ્ડ્રન, મુખ્યમંત્રી બાળ સેવા યોજના(અનાથ), બાળકોના પુનઃ સ્થાપનાની પ્રક્રિયાઓ, ઘર તપાસ અહેવાલ, વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટસ અને જાગૃતિ કાર્યક્રમો, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના કેસો, નશામુક્ત ભારત અભિયાન, બાળ કલ્યાણ સમિતિ અંતર્ગત વિવિધ વિવિધ કાર્યો, બિપરજોય વાવાઝોડા અંતર્ગત થયેલ કામગીરી વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત કલેકટરશ્રીએ બાળકોની સારસંભાળ લક્ષી વિવિધ પ્રશ્નોના સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, જિલ્લા બાળ સુરક્ષા વિભાગના ઓફિસર ઇન્ચાર્જશ્રી અલ્પેશભાઈ ગોસ્વામી, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેનશ્રી રક્ષાબેન બોળીયા અને સભ્યશ્રી રશ્મિનભાઈ ઉપાધ્યાય, શ્રી અરુણભાઈ નિર્મળ, રાજકોટ શહેર પોલીસ એ.સી.પી.શ્રી આર.એસ.બારીઆ, રાજકોટ ગ્રામ્યના પીએસઆઇ શ્રી કે.એ જાડેજા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button