
તા.૮/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Dhoraji: ધોરાજીના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉષા કિરણ એપાર્ટમેન્ટની સામે આવેલા પ્લોટમાં ગંદકીના ઢગલાઓ પડેલા હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે આ બાબતે અહીંના રહેવાસીઓ દ્વારા અવારનવાર જવાબદાર તંત્રને જાણ કરવામાં આવેલ તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ જાતના પગલા લેવામાં આવેલ નથી. અહીંના રહેવાસીઓનું કહેવું છે કે અમારા એપાર્ટમેન્ટની સામે જ ગંદકીના ઢગલાઓ પડેલ છે જેને લીધે અનેક જાતના મચ્છર તથા જીવજંતુઓનો ઉપદ્રવ તેમાં થાય છે

એટલું જ નહીં ત્યાંથી ચોમાસાની ઋતુમાં જીવજંતુઓ અમારા એપાર્ટમેન્ટમાં પ્રવેશી જાય છે અને ત્યાં હંમેશા ગંદકી રહેવાથી ત્યાંથી ઊડીને મચ્છર તથા મચ્છીઓ અમારા ઘરમાં પ્રવેશી જાય છે. તે ગંદકીને લીધે ભવિષ્યમાં અનેક જાતની બીમારીઓના ભોગ બનવાનો અમને હંમેશા ડર સતાવતો રહે છે. તેથી જવાબદાર તંત્ર તાત્કાલિક આ ગંભીર બાબત પર ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે.








