
તા.૨૭ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
‘ટી.બી. મુક્ત ભારત’ અભિયાનમાં સહયોગ આપવા ખાનગી તબીબોને અપીલ
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત કાર્યરત શહેરી ક્ષય કેન્દ્ર દ્વારા ગત તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇસ્ટ ઝોન ખાતે ખાનગી તબીબો સાથે CME (કન્ટિન્યુ મેડિકલ એજ્યુકેશન) બેઠકનું આયોજન કરાયું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં ક્ષયના રોગને નાબૂદ કરવા ‘ટી.બી. મુક્ત ભારત’ અભિયાન ચાલી રહ્યું છે. બેઠકમાં આ અભિયાન અંગે નિ:ક્ષય મિત્ર સહિતની આવશ્યક કામગીરીની ચર્ચા કરાઈ હતી. તેમજ અભિયાનમાં સહયોગ આપવા તથા ખાનગી હોસ્પિટલમાં નોંધાતા ક્ષયના કેસ અંગે સરકાી હોસ્પિટલમાં જાણ કરવા ખાનગી ડોક્ટરોને અપીલ કરાઈ હતી.

આ તકે શહેરી ક્ષય અધિકારીશ્રી ડો. પરેશભાઈ કડીયા, એઇમ્સના પી.એસ.એમ. ડીપાર્ટમેન્ટના એચ.ઓ.ડી.શ્રી ડો. ભાવેશભાઈ મોદી, ડબ્લ્યુ.એચ.ઓ. રાજકોટના કન્સલ્ટન્ટ ડો. નિર્મલ પ્રજાપતિ, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરશ્રી રોનકભાઈ વેકરીયા સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.








