LUNAWADAMAHISAGAR

વિરપુરના ચીખલી રોડ પરથી ૨,૭૮,૧૩૦ રૂપિયાનો મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપ્યો.

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહિસાગર LCB અને વિરપુર પોલીસે ફીલ્મી ઢબે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપ્યા…

વિરપુરના ચીખલી રોડ પરથી ૨,૭૮,૧૩૦ રૂપિયાનો મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપ્યો…

વિરપુર તાલુકાના ડેભારી ચીખલી રોડ પર થી બાતમીને આધારે મહીસાગર એલ.સી.બી અને વિરપુર પોલીસ ના સહિયારા પ્રયાસો થી સ્વીફ્ટ ડીઝાયર ગાડીમાંથી વિવિધ બનાવટનો ૭૮,૧૩૦ નો વિદેશી દારુ ઝડપી પાડ્યો હતો. અરવલ્લી જિલ્લા ના હેલોદર બાજુથી કોયડમ જવા વિદેશી દારુ લઇને સ્વીફ્ટ ડીઝાયર ગાડી નિળવાની છે તેવી બાતમી મહીસાગર એલ.સી.બી ને મળતા એલ.સી.બી તેમજ વિરપુર પોલીગ દ્વારા સધન પેટ્રોલીંગમાં હતી જે દરમ્યાન મળેલ બાતમી વાડી સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર ગાડી જી જે ૨૭-એએ-૨૦૧૪ નંબરની ગાડી પુરપાટ ઝડપે પસાર થતા પોલીસ દ્વારા ગાડીને રોકવાનો પ્રયત્ન કરતા ગાડી ચાલકે ઉભી ન રાખતા એલ.સી.બી તેમજ વિરપુર પોલીસ દ્વારા પીછો કરી આગળ ઉભેલી ટીમે રસ્તામાં આડસ મુકી હોવાથી ગાડી રસ્તાની બાજુમાં ઉતારી દીધી હતી વિરપુર તાલુકાના ચીખલી ડેભારી રોડ પર ગાડીને ઝડપી લીધી હતી પોલીસે ગાડીમાં બેઠેલા બે ઇસમોને પકડી ગાડીની તલાસી લેતા પાછળની સીટ પર તેમજ ડેકીમાં મુકેલ દારુનો જથ્થો જેમા કાચની નાની મોટી બોટલો તથા ટીન બીયર ૮૩૮ નંગ જેની કિંમત ૭૮,૧૩૦.તેમજ ગાડીની કીમંત ૨૦૦૦૦૦/- મળી કુલ ૨,૭૮,૧૩૦ નો મુદામાલ ઝડપી લીધો હતો. જયારે ગાડીમાં બેઠેલા ઇસમોની પુછપરછ કરતા કમલેશ ચંદુભાઈ ડામોર રહે.બાઠીવાડા મેઘરજ તેમજ મણીભાઇ સળીયાભાઇ બામણીયા રહે સીમલવાડા ડુંગરપુરના હોવાનું જણાવ્યુ હતુ.બન્ને ઇસમોને ઝડપી વિરપુર પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઇ છે..

[wptube id="1252022"]
Back to top button