
તા.૧૭ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાની કાયદો-વ્યવસ્થા સમિતિની સમીક્ષા બેઠક કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી, જેમાં પ્રાંત કચેરી કક્ષાએ તેમજ મેજીસ્ટેરીયલ શાખા દ્વારા કરવામાં આવતી કામગીરી અને પેન્ડિંગ અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને નિયત સમયમર્યાદામાં કામગીરી પુર્ણ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત જાહેરનામાની અમલવારી અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સી.આર.પી.સી. એક્ટ હેઠળની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમા પોલીસ કમિશનરશ્રી રાજૂ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટરશ્રી કે.બી ઠક્કર, પ્રાંત અધિકારીઓ સર્વેશ્રી સંદિપ વર્મા, શ્રી સૂરજ સુથાર, શ્રી કે. જી.ચૌધરી, શ્રી વિવેક ટાંક, શ્રી જે.એન. લિખિયા, શ્રી રાજેશ આલ, તેમજ વરીષ્ઠ પોલીસ અધિકારીઓ અને સંબંધિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








