
૧૭ જુન વાત્સલયમ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

આંગણવાડી પ્રવેશોત્સવ ૨૦૨૩/૨૪ અંતર્ગત રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાની વિવિધ આંગણવાડીઓ મા અમરાપુર.હીગોળગઢ લાલાવદર રેલી દ્વારા પ્રચાર પ્રસાર અને પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્થાનિક પદ અધિકારીઓ આઇ. સી. ડી. એસ. કર્મચારીઓ તેમજ મુખ્ય સેવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સી.ડી.પી.ઓ મનિષાબા ઝાલા ના જણાવ્યા અનુસાર આ પ્રવેશોત્સવ અંતર્ગત વિછીયા તાલુકા મા અમરાપુર ભડલી અને પીપરડી તેમ ત્રણ સેજા ની મળીને કુલ ૭૮ આંગણવાડી મા બાળકોનો પ્રવેશ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આઈસીડીએસ વિભાગ અને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલા તમામ આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે જેમાં આંગણવાડી કેન્દ્રમાં ભૂલકાઓ ગમ્મત સાથે જ્ઞાન ઉપરાંત વિનામૂલ્ય સવારનો નાસ્તો બપોરનું ગરમ ભોજન આપવામાં આવે છે જેમાં ત્રણ વર્ષ પૂર્ણ કરેલા બાળકોને આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ મેળવી શકે છે એન એન.એમ. બ્લોક પ્રોજેક્ટ કોડીનેટર માધવ ભાઈ રાણપરીયા એ યાદી મા જણાવેલ છે.








