GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:બેટી બચાવો, બેટી પઢાઓ યોજના અંતર્ગત સાયબર સેફ્ટી અને સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે યુવા છોકરીઓ માટે વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમ નું આયોજન

બેટી બચાવો, બેટી પઢાઓ યોજના અંતર્ગત સાયબર સેફ્ટી અને સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે યુવા છોકરીઓ માટે વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમ નું આયોજન

ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારામાં મહિલા અને બાળવિભાગ મોરબી જિલ્લા દ્વારા કરવામાં આવેલ જેમાં શાળાએ પ્લેટફોમ પૂરું પાડી કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવેલ, શાળાના શિક્ષિકા બેન દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું, મહિલા અને બાળઅધિકારીશ્રી કે.વી.કાતરિયા સાહેબે દીકરીઓને શિક્ષણ સાથે ટેકનોલોજી નો સકારાત્મક ઉપયોગ કેવી રીતે કરી શકાય અને સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત માહિતી આપેલ. આ ઉપરાંત જિલ્લા પ્રોજેક્ટ કો.ઓડીનેટરશ્રી, મયુરભાઈ સોલંકીએ મોબાઈલમાં બિનજરૂરી એપ તથા રેકોર્ડ થતાં ડેટા વિશે માહિતી આપી અને સેટિંગમાં ગૂગલ પર ડેટા સેવ ના રહે તે માટે ની માહિતી સમજાવેલ. આ જ શાળા ની ભૂતપૂર્વ વિર્દ્યાર્થી અને હાલ જેન્ડર સ્પેશ્યાલીસ્ટ DHEW ટીમમાં મહિલા અને બાળવિભાગ મોરબી જિલ્લામાં ફરજ બજાવતા રશ્મિબેન વિરમગામાં એ મહિલા અને બાળ વિભાગ ના pbsc,osc,dhew ના ઉલ્લેખ સાથે દીકરીના જન્મ થી લઈને વૃદ્ધ સમયગાળા દરમિયાન લાગુ પડતા સરકારી યોજનાઓ વિશે મહિલાઓ માં જાગૃતતા લાવવા માટે પોતાની વાત રજૂ કરી હતી,

એ ઉપરાંત સ્ત્રી સશક્તીકરણ વિશે માહિતી આપી હતી તથા તમામ દીકરીઓ ને જિલ્લાની મહિલા અને બાળ કચેરીની મુલાકાત માટે આમંત્રિત કરી હતી આ સિવાય pbsc માંથી અવનીબેન તથા osc સેન્ટર માંથી મકવાણા બેન દ્વારા પણ જરૂરી માહિતી આપવામાં આવી તથા કાર્યક્રમ ના અંતે BBBP લોગો બેગ તથા BBBP કેલેન્ડર નું વિતરણ કરવામાં આવ્યું હતું..

[wptube id="1252022"]
Back to top button