
તા.૨૩ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લામાં એક જ રાતમાં બે સ્તળે ત્રાંટકી પેટ્રોલપંપમાં લુટ ચલાવનાર બુકાનીધારી બે શખ્સોની પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે દબાવી ધરપકડ કરી લુંટની રોકડ, છરી, બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા મોટી મારડ અને જેતલસર પાસે પેટ્રોલ પંપમાં લુંટ કર્યાની કબુલાત આપી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ધોરાજીના મોટી મારડ ગામે તા. 17-6-2023ના રાત્રે બુકાનીધારી શખ્સો બાઈકમાં ધસી આવી છરીની અણીએ પેટ્રોલ પંપના કર્મચારીને લુંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અન્ય વાહનો આવી જતા લુંટનો પ્લાન નિષ્ફળ ગયો હતો. ત્યાર બાદ બાઈક સવાર બંને લુંટારુઓ રાત્રીના સાડા દસેક વાગ્યે જેતપુરના જેતલસર નજીક હાઈ-વે પર આવેલ પેટ્રોલ પંપમાં ત્રાટકી છરીની અણીએ પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી 17,900ની રોકડની લુંટ ચલાવી મફતમાં પેટ્રોલ પુરાવી ધમકી આપી નાશી છુટ્યા હતા.
એક જ રાતમાં દોઢ કલાકના અંતરે બે પેટ્રોલપંપમાં લુંટની ઘટના બનતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી લુંટારુઓનું પગેરું દબાવી જેતપુર પાંચ પીપળા ગામે રહેતા રાજ વલ્લભભાઈ ભડેલિયા અને રવિ ઉર્ફે ભુરો જયંતિભાઈ કંડોરિયાની ધરપકડ કરી હતી. પોલીસે બંને લુંટારૂઓ પાસેથી 17,900ની રોકડ, 25 હજારનું બાઈક, બે મોબાઈલ અને છરી સહિત 52,900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી એલ.સી.બી પી.આઈ. વી.વી. ઓડેદરા, પીએસઆઈ ડી.જી. બડવા, એચ.સી. ગોહિલ, મહેશ જાની, નિલેષ ડાંગર, દિવ્યેશભાઈ, વિરાજભાઈ, વાસુદેવસિંહ, શક્તિસિંહ સહિતના સ્ટાફે કરી હતી.








