JETPURRAJKOT

રાજકોટ શહેરમાં ચાર કરતા વધારે માણસોના ભેગા થવા અને સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ

તા.૪ મે

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ શહેરમાં કોઈ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તે માટે રાજકોટ પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ દ્વારા રાજકોટ શહેરમાં પરવાનગી વગર ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર, કોઇ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય, તેવી વ્યક્તિઓ તથા હોમગાર્ડ કે અન્ય અર્ધસરકારી એજન્સીમાં નોકરીમાં ફરજ પર હોય તેમને તથા સ્મશાનયાત્રા અને લગ્નનાં વરઘોડાને આ પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહિ. આ હુકમનો અમલ પોલીસ કમિશ્નર વિસ્તારમાં તા.૩૦/૦૬/૨૦૨૩ સુધી કરવાનો રહેશે. જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

[wptube id="1252022"]
Back to top button