
તા.૧૩ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને રાજકોટ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા સિનિયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપરની) મહિલાઓ માટે જિલ્લા કક્ષાની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે માહિતી આપતા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું છે કે, સિનિયર સીટીઝન મહિલાઓ પણ વિવિધ રમતોમાં તેમનું કૌશલ્ય દેખાડે, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તે હેતુથી એથ્લેટીક્સ, યોગાસન, ચેસ, રસ્સા ખેંચ જેવી વિવિધ સપર્ધાઓનુ તા. ૧૫-૩ થી તા.૧૭-૩ આયોજન દરમ્યાન કરવામાં આવ્યું છે.

જે મુજબ તા. ૧૫-૩ ના રોજ એથ્લેટિક્સ, તા. ૧૬-૩ ના રોજ ચેસ, તા. ૧૭-૩ના રોજ યોગાસન તેમજ રસ્સા ખેંચ સ્પર્ધા યોજાશે. શહેરી કક્ષાની સ્પર્ધા રેસકોર્સ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સવારે ૯:૦૦ થી ૧૨ તેમજ ગ્રામ્ય કક્ષાની સ્પર્ધા રતનપર ખાતે બપોરના ૪ થી ૬ દરમ્યાન યોજાશે. વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી, બહુમાળી ભવન ખાતે સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.








