JETPURRAJKOT

તાલુકામાં બિપરજોય વાવાઝોડાથી બચાવવા ૧૧ જેટલી સગર્ભા અને ધાત્રી માતાઓને સ્થળાંતર કરાઈ

તા.૧૩ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

છેલ્લા ત્રણ દિવસમાં સ્થળાંતર કરાયેલી ૬ મહિલાઓએ બાળકને જન્મ આપ્યોઃ વહીવટીતંત્રની સ્તુત્ય કામગીરી

રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના એકશન પ્લાન અંતર્ગત બિપરજોય વાવાઝોડાથી બચાવ અર્થે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આગામી તા. ૨૨ જૂન સુધીમાં ડિલિવરીની સંભવિત તારીખ ધરાવતી સગર્ભા બહેનોમાંથી ૧૧ જેટલી સગર્ભા અને ધાત્રી માતાઓને માનવતાલક્ષી અભિગમ દાખવી સ્થળાંતર કરવામાં આવી છે. જેમાંથી ૬ મહિલાઓએ બાળકને જન્મ આપ્યો છે. જ્યારે ૬ સગર્ભાઓનું હોસ્પિટલમાં સલામત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે પૈકી તા. ૧૧ ના ૩ બાળકો, તા. ૧૨ ના રોજ ૨ બાળકો તથા તા. ૧૩ના રોજ અત્યાર સુધીમાં ૧ બાળકનો જન્મ થયો છે. આ ઉપરાંત, અન્ય ૧૧ જેટલી સગર્ભાઓને સલામત સ્થળે ખસેડવામાં આવશે, તેમ જેતપુર તાલુકા હેલ્થ ઓફિસર ડો. કુલદિપ સાપરીયાની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button