JETPURRAJKOT

રાજકોટ જિલ્લામાં વધુ ૨૧૨૪ પરિવારોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યા

તા.૪/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૧૨૮૬૩ લોકોને મળ્યો વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ રાજકોટ જિલ્લાના ૨ લાખ ૮૪ હજારથી વધુ કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ આપવામાં આવે છે. જેમાં હાલ જરૂરિયાતમંદ નવા ૨૧૨૪ પરિવારોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. એન. એફ. એસ. એ.મા સમાવિષ્ટ થતાં આ પરિવારોના ૧૨૮૬૩ લોકોને વિના મૂલ્યે અનાજ વિતરણનો લાભ પણ મળી રહ્યો છે. આમ હવે રાજકોટ જિલ્લામાં કુલ ૨ લાખ ૮૬ હજાર ૩૩૦ કાર્ડધારક પરિવારોની ૧૧,૬૦,૦૦૧ જનસંખ્યાને સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભ આપવામાં આવી રહ્યાં છે.

હાલમાં જ રાજકોટના નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચરના હસ્તે જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩માં અગ્રતા ધરાવતા કુટુંબો(PHH)ની યાદીમાં સમાવેશ કરવાની અપીલ અરજીઓ અંગે નિર્ણય લઈ, ૨૯ પરિવારને લાભ આપવામાં આવ્યો હતો. જે દ્રારા તેમને પ્રતિ વ્યકિત દીઠ ૫ કિલો ઘઉં અને ચોખા વિનામૂલ્યે તથા તુવેર અને ચણા દાળ વ્યાજબી કિંમતે મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એન.એફ.એસ.એ અંતર્ગત અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ ૧૫ કિ.ગ્રા. ઘઉં અને ૨૦ કિ.ગ્રા. ચોખા તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિદીઠ ૨ કિ.ગ્રા. ઘઉં અને વ્યક્તિદીઠ ૩ કિ.ગ્રા. ચોખા વિનામૂલ્યે આપવામાં આવે છે તથા રાજ્ય સરકાર દ્વારા તુવેરદાળ, ચણા, ખાંડ તથા મીઠાના રાહતદરે વિતરણ પણ કરવામાં આવે છે તેમ જિલ્લા પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button