NATIONAL

તેજસ બાદ સૂરજનું પણ મૃત્યુ, કુનો નેશનલ પાર્કમાં છેલ્લા 5 મહિનામાં 8 ચીતાના મોત

મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાંથી સતત ખરાબ સમાચારો આવી રહ્યા છે. ચિતા તેજસના મોત બાદ વધુ એક ચિતા સૂરજનું મોત નિપજ્યું છે. ત્રણ દિવસ પહેલા 11મી જુલાઈના રોજ તેજસનું મોત થયું હતું, ત્યારે વધુ એક ચિતાના મોતના સમાચારો સામે આવ્યા છે. આજે સવારે સૂરજ નામના ચિતો ઈનક્લોજર બહાર મૃત હાલતમાં મળ્યો છે. મોનિટરિંગ ટીમને તેજસ ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો. ત્યારબાદ તેની સારવાર કરાઈ હતી, જોકે તેનો જીવ બચાવી શકાયો ન હતો. સૂરજની મોત બાદ કુનો નેશનલ પાર્કમાં 4 ચિતા અને 4 બચ્ચા જ બચ્યા છે.
કુનો નેશનલ પાર્કમાં છેલ્લા 5 મહિનામાં 8 ચિતાના મોત નિપજવાની ઘટા બની છે. નર ચિતા તેજસના મૃત્યુના એક દિવસ બાદ તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તે નબળો પડી ગયો હતો અને માદા ચિતા સાથેની હિંસક લડાઈ બાદ તે આઘાતમાંથી બહાર ન આવી શક્યો. માર્ચથી અત્યાર સુધીમાં KNPમાં 8 ચિત્તાના મોત થયા છે.

[wptube id="1252022"]
Back to top button