RAJKOT

રાજકોટ જિલ્લામાં ઇ-ગ્રામ કેન્દ્રો થકી વર્ષ ૨૦૨૨-‘૨૩ દરમિયાન કુલ ૧.૧૫ લાખથી વધુ અરજીઓ સ્વીકારાઈ

તા.૧૮/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય નાગરિકોને સશક્ત કરતી “ઇ-ગ્રામ વિશ્વગ્રામ” યોજના

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય નાગરિકોને સરકારી કામકાજને લગતી ઓનલાઇન સુવિધાઓ ગામમાં જ આપીને વિકાસમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે ટેકનોલોજીકલ અંતર દૂર કરી ગ્રામ્ય નાગરિકોને સશક્ત કરવાના હેતુથી “ઇ-ગ્રામ વિશ્વગ્રામ” યોજના અમલમાં મુકવામાં આવી છે. ઈ-ગ્રામ કેન્દ્રના લીધે કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણની ક્ષિતિજો વિસ્તરી અને ગ્રામજનોની સુવિધામાં વધારો થયો છે.

આ યોજના હેઠળ ગ્રામ પંચાયત સ્તરે જરૂરી પ્રાથમિક માળખાગત સુવિધાઓ આપીને સરકારની તમામ ઓનલાઇન સેવાઓ પુરી પાડવામાં આવે છે. જે માટે સ્થપાયેલા ઇ-ગ્રામ સેન્ટરોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, પ્રિન્ટર, સ્કેનર, વેબકેમેરા અને ફિંગરપ્રિન્ટ ડીવાઇસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. ગ્રામ્ય નાગરિકો પોતાના ગામમાં જ રેશનકાર્ડ, સરકારી યોજનાઓ, વિવિધ પ્રમાણપત્રો, વીજળીનું બીલ, ટીકિટ બુકિંગને લગતી સેવાઓ નજીવો સર્વિસ ચાર્જ આપીને મેળવી શકે છે.

રાજકોટ ડીસટ્રીક્ટ લેવલ એક્ઝીક્યુટીવશ્રી વિરમદેવસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ઇ-ગ્રામ સેન્ટરો થકી નાણાકીય વર્ષ ૨૦૨૨-‘૨૩ દરમિયાન કુલ ૧.૧૫ લાખથી વધુ અરજીઓ સ્વીકારવામાં આવી છે. રાજકોટ તાલુકામાંથી ૧૭,૬૬૮, ગોંડલ તાલુકામાં ૧૫,૯૪૨, જેતપુર તાલુકામાં ૧૪,૭૫૩, જસદણ તાલુકામાં ૧૧,૫૪૪, કોટડાસાંગાણી તાલુકામાં ૯,૧૨૯, પડધરી તાલુકામાં ૮,૪૦૪, ઉપલેટા તાલુકામાં ૮,૩૩૮, વિંછિયા તાલુકામાં ૭૯૯૪, જામકંડોરણા તાલુકામાં ૭,૯૮૬, લોધિકા તાલુકામાં ૭,૫૮૨, ધોરાજી તાલુકામાં ૬,૦૬૫ અરજીઓ મળી કુલ ૧,૧૫,૪૦૫ અરજીઓ ઈ- ગ્રામ કેન્દ્રના માધ્યમથી કરવામાં આવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button