JETPURRAJKOT

રાજકોટની રાષ્ટ્રીય શાળા કેમ્પસ ખાતે “રોડ સેફટી અવેરનેસ” કાર્યક્રમ યોજાયો

તા.૨૩ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આર.ટી.ઓ.ની ટીમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય

ટ્રાફિક નિયમોની અગત્યતા વિશે ભવિષ્યની પેઢીને જાગૃત કરવા માટે રાજકોટ આર.ટી.ઓ કચેરી દ્વારા શ્રી રમેશભાઈ એમ છાયા કન્યા વિદ્યાલય, જશાણી ભવન, રાષ્ટ્રીય શાળા કેમ્પસ વિદ્યાનગર મેઇન રોડ ખાતે “રોડ સેફટી અવેરનેસ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આર.ટી.ઓ અધિકારીશ્રી કે.એમ.ખપેડ દ્વારા વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાય તે માટે વિદ્યાર્થીઓ સાથે તલસ્પર્શી સંવાદ કરીને તેમને ટ્રાફિકના નિયમોનું પાલન, ડ્રાઈવિંગ લાયસન્સની અગત્યતા, વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સહિત સલામત ડ્રાઈવીંગ કરવાથી અકસ્માતો જેવી ઘટનાઓની અટકાયત અંગે માહિતગાર કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજકોટ એ.સી.પી.શ્રી જે.બી.ગઢવી, રોડ સેફ્ટી સલાહકારશ્રી જે.વી.શાહ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button