
તા.૨૩ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત મારવાડી યુનિવર્સિટી ખાતે રોડ સેફટી અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુનિવર્સિટીના બસ ડ્રાઈવરને તાલીમ આપવામાં આવી હતી. સાથે જ વાહન ચલાવતી વખતે હંમેશા સીટ બેલ્ટ પહેરવા અને તેની જરૂરિયાત, વાહનનું ફિટનેસ કરાવવું અને તેની જરૂરિયાત, આગ લાગે તે સમયે રાખવાની તકેદારી, વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવાના મુદ્દાઓ, હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા વગેરે વિષે સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં ટ્રાફિક ડીસીપી શ્રી પૂજા યાદવ,એસીપી શ્રી જે.બી.ગઢવી અને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી કે.એમ.ખપેડ દ્વારા ટ્રાફિકના નિયમોની સમજ આપી ડ્રાઈવર તથા વિધ્યાર્થીઓને નિયમપાલન માટે હિમાયત કરવામાં આવી હતી.

“ઉચ્ચતર અભ્યાસ અને રોજગાર માટે યુવાનોને યોગ્ય તક આપતી યોજના એટલે દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના” – રાહુલ ઉગરેજીયા
વીસ વર્ષીય રાહુલ ઉગરેજીયા જણાવે છે કે હું સુરેન્દ્રનગરનો વતની છું. મારા પિતા રીક્ષાચાલક છે. મારા ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેમજ ઉચ્ચતર અભ્યાસ કરવા અમે આર્થીક રીતે અસમર્થ છીએ. ધોરણ ૧૨ પછીના અભ્યાસ બાદ સરકારશ્રીની આ યોજના થકી ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે મેં ત્રણ મહિનાની નિઃશુલ્ક તાલીમ મેળવી છે. મારા જેવા ગ્રામ્યકક્ષાના છેવાડાના વિદ્યાર્થીઓ આ યોજના થકી ઉચ્ચતર અભ્યાસ કરી શકે છે તેમજ મને મારામાં રહેલું કૌશલ્ય ઉજાગર કરવાનું યોગ્ય માધ્યમ મળ્યું છે. આજના નિમણુક પત્રક મેળવ્યા બાદ હું ખાનગી કંપનીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કાર્યરત થઇને. હું મારા પરિવારને આર્થીક રીતે મદદરૂપ બનીશ તેનો મને ગર્વ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સરકારશ્રી દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓ અને જોબમેળાઓ મારા જેવા ગ્રામ્ય તથા શહેરમાં પણ આર્થીક રીતે નબળા વિદ્યર્થીઓની કારકિર્દીને યોગ્ય દિશા આપે છે.








