RAJKOT

રાજકોટ જિલ્લાના તરધડી ગામમાં તમાકુ નિયંત્રણ અંગે કાર્યક્રમ યોજાયો

તા.૧૯/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

“જિંદગી પસંદ કરો તમાકુ નહીં’’ અંગે સરપદડ પીએચસી દ્વારા વિદ્યાર્થીઓને જાગૃતિ કરાયા

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરધડી ગામે શ્રીમતી જે. જે. મહેતા હાઇસ્કુલ પ્રાથમિક ખાતે આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત તેમજ તમાકુ નિયંત્રણ સેલના સંયુક્ત ઉપક્રમે શાળાના વિદ્યાર્થીઓ માટે તમાકુ સેવન રોકવા માટે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

સરપદડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા યુવા પેઢીમાં તમાકુનું સેવન વધતા આરોગ્યને નુકસાન પહોંચાડે છે તેના સેવનથી કઈ રીતે બચવું, તેમજ તેનાથી થતા વિવિધ રોગો અને લક્ષણો અંગે જાગૃતિ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવી હતી. આરોગ્ય શાખાના ડોક્ટર તેમજ શાળાના પ્રિન્સિપાલ દ્વારા આ વિષય ઉપર ચર્ચા પણ કરાઈ હતી અને વિદ્યાર્થીઓને માહિતીથી અવગત કરાયા હતા.

આ શૈક્ષણીક સંસ્થાના ૧૦૦ વારની ત્રિજયામાં તમાકુ કે તમાકુ ઉત્પાદનના વેચાણ ઉપર પ્રતિબંધ છે. તેના ભંગ બદલ રૂ.૨૦૦/- નો દંડ થઇ શકે છે તે કાયદા વિશે પણ જાગૃતિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધુમ્રપાન પ્રતિબંધિત વિસ્તાર બનાવવા અંગે સૌએ સાથે પ્રણ લીધા હતા. તેમજ વિદ્યાર્થીઓને “જિંદગી પસંદ કરો તમાકુ નહીં” વિશે માહિતગાર કરીને સન્માનિત કરાયા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના તમાકુ નિયંત્રણ સેલના અધિકારીશ્રીઓ, હાઈસ્કૂલના પ્રિન્સિપલ જે. એમ. ભાડજા, શાળાના શિક્ષકો, આરોગ્ય શાખાના તબીબો સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button