બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામે ભણશાલી ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કેમ્પ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર
રણછોડસિંહ એસ ચૌહાણ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામે ભણશાલી ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કેમ્પ યોજાયો
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામ બુકણા ખાતે નિશુલ્ક આંખોના નંબરની તપાસનો કેમ્પ ભણસાળી ટ્રસ્ટ રાધનપુર દ્વારા રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લેવા પહોંચ્યા. બુકણા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ ભણસાળી ટ્રસ્ટ રાધનપુરની ટીમ દ્વારા લોકોને આંખના નંબર હોય તો તપાસ કરીને દર્દીને ચશ્મા આપ્યા. આ ટીમમાં દેસાઈ વીહાભાઈ ,પરમાર સંજયભાઈ ,પરમાર પ્રવીણભાઈ, એ આખો ની તપાસ કરી. અને બુકણા Phc નો સ્ટાફ પણ હાજર રહ્યો આશા વર્કરો પણ હાજર રહ્યા. જેને નંબર હતા તે પ્રમાણે ચશ્મા આપ્યા હતા. 177 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. નિશુલ્ક આંખોના કેમ્પમાં જેમાં બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકોએ લાભ લીધો હતો.