MORBIMORBI CITY / TALUKO

MORBI:નીલકંઠ સ્કૂલ, ખાતે “સાયબર ક્રાઈમ અવેરનેસ”સેમિનાર યોજાયો.

નીલકંઠ સ્કૂલ,રવાપર રોડ,મોરબી ખાતે “સાયબર ક્રાઈમ અવેરનેસ”સેમિનાર યોજાયો.

વર્તમાન સમયમાં  મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાનો મોટાભાગનો સમય  ઇન્ટરનેટ પાછળ ખર્ચે છે અને સોશિયલ મીડિયા App જેવીકે facebook,instagram,snapchat, whatsapp વગેરેનો બહોળો ઉપયોગ કરે છે.ક્યારેક બાળકો ઇન્ટરનેટ ના ઉપયોગ દ્વારા અજાણતા ગંભીર ભૂલ પણ કરે છે.અને સાયબર ક્રાઈમ નો ભોગ બને છે.

વિદ્યાર્થીઓ પોતાનો કિંમતી સમય આવી બિનઉત્પાદક પ્રવૃત્તિ માં વેડફી ના નાખે અને અભ્યાસિક પ્રવૃત્તિમાં સમયનો સદ્દઉપયોગ કરે તેમજ જુદા જુદા પ્રકારના સાયબર ક્રાઈમ થી માહિતગાર થાય અને ભવિષ્યમાં કોઈપણ સાયબર ક્રાઈમ નો ભોગ ન બને તેવા હેતુસર નીલકંઠ સ્કૂલમાં મોરબી જિલ્લા DySP શ્રી એન.કે.પટેલ સાહેબ,મોરબી શહેર PI શ્રી એચ.એ. જાડેજા સાહેબ, PSI સોનારા મેડમ તેમજ તેમની ટીમ દ્વારા નીલકંઠ સ્કૂલમાં ધો-10 થી 12 ના વિદ્યાર્થીઓ માટે “સાયબર ક્રાઇમ અવેરનેસ” સેમિનાર યોજવામાં આવેલ હતો.

તેમજ મોરબી શહેર અને સ્કૂલ ની જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ માં હંમેશા અગ્રેસર રહેતા નીલકંઠ સ્કૂલ ના ધો-11 અને 12 કોમર્સ ના 70 વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા…

મુખ્ય અતિથિ DySP પટેલ સાહેબનું સ્વાગત નીલકંઠ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઇ વડસોલા અને PI જાડેજા સાહેબનું સ્વાગત ટ્રસ્ટી નવનીતભાઈ કાસુન્દ્રા તેમજ સોનારા મેડમ નું સ્વાગત આચાર્યશ્રી નરેન્દ્રભાઈ અઘારા દ્વારા મોમેન્ટો આપીને કરવામાં આવ્યું…

નીલકંઠ સ્કૂલ ના સુપરવાઇઝર મનોજભાઈ જોશી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મુખ્ય ભૂમિકા માં રહ્યા હતા…

[wptube id="1252022"]
Back to top button