
તા.૨૧ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
તમાકુ અને સિગરેટના સેવનથી થતા નુકસાન અંગે જનજાગૃતિ અભિયાન ચલાવવા અનુરોધ
સમાજમાં તમાકુ અને સિગરેટના વ્યસનથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુએ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી તેમજ સામાજિક કાર્યકર શ્રી રમાબેન માવાણીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને વિવિધ વિભાગમાં તંબાકુ નિયંત્રણ અંગે બોર્ડ લગાવવા અને જનજાગૃતિના કાર્યક્રમો કરવા વિસ્તૃત માહિતી આપી આયોજન કરવા ખાસ મૂક્યો ભાર મુક્યો હતો.
આ તકે શ્રી રમાબેને શહેરના યુવા વર્ગમાં તંબાકુના વ્યસના વધી રહેલા પ્રમાણ અંગે અંગુલિનિર્દેશ કરી ગ્રામીણ કક્ષાએ તેમજ શાળા કોલેજ નજીક આ પ્રકારના વેચાણ પર પ્રતિબંધ મૂકવા તેમજ જાહેરમાં ગંદકી કરતા લોકો વિરુદ્ધ ખાસ સઘન કાર્યવાહી થાય તે માટે રજૂઆત કરી હતી.

વિવિધ સરકારી વિભાગોમાં તંબાકુ નિયંત્રણ માટે વિવિધ કાર્યવાહી કરવા તેમજ કડક દંડનીય કાર્યવાહી કરવા પણ કલેક્ટરશ્રીએ ખાસ સૂચન કર્યું હતું. આ તકે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નીલેશ રાઠોડ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા








