RAJKOTUPLETA

રાજકોટ ગ્રામ્ય મા CDPO ના માર્ગદર્શન થી કુપોષીત બાળકો કેમ્પ યોજાયો.

૨ મે વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી

રાજકોટ (ગ્રામ્ય) ઘટકના ખોખડદળ સેજામાં માર્ચ અંતિત અતિકુપોષિત અને મધ્યમ કુપોષિત કુલ 10 બાળકોનું રૂબરૂ સ્ક્રીનીંગ RBSKની મેડિકલ ઑફિસરશ્રીની હાજરીમાં તપાસ કરાવી બાળકોના વાલીને પોષણ બાબતે ગ્રોથ ચાર્ટ દ્વારા સમજ આપી બાળક ક્યા સ્તરમાં છે તેમજ તેમના પોષણ સ્તરમાં કઈ રીતે સુધારો લાવી શકાય તે બાબતે વાલીને વિસ્તૃત સમજ આપી. તેમજ સરપંચશ્રી દ્વારા અતિ કુપોષિત બાળકોને ખજૂર અને દાળીયા પોષણ કીટ સ્વરૂપે વિતરણ કરવામાં આવેલું. આ તકે બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા , બ્લોક કોર્ડીનેટર તેમજ RBSKની મેડિકલ ટીમ હાજર રહેલ.

[wptube id="1252022"]
Back to top button