
તા.૧ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સામેથી ટ્રક આવતા છકડો રીક્ષા રોડ નીચે ઉતરતા પલ્ટી ખાઈ જતાં અકસ્માત.
જેતપુર તાલુકાના બામણગઢ ગામ પાસે ટ્રક સામે આવતા છકડો રીક્ષા ચાલકે રોડ નીચે ઉતારતા રિક્ષા પલ્ટી મારી જતાં તેમાં સવાર પેસેન્ઝરો માંથી ચાર વર્ષીય બાળકનું કમકમાંટીભર્યુ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય સવાર લોકોમાંથી 3 ને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે જેતપુર બાદ જુનાગઢ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.


પ્રાપ્ત વિગત અનુસાર, જેતપુરનાં ધોરાજી રોડ ઉપર રહેતા ભોલભાઈ વાઘેલા નામના છકડો રિક્ષા ચાલક પોતના પરિવારજનો તેમજ પેસેન્જર ભરી જેતપુરના બામણગઢ ગામ નજીક બપોરના સમયે પસાર થઇ રહ્યા હતા એ દરમિયાન રોડ સાંકડો હોઈ સામેથી ટ્રક આવતો હોવાથી છકડો રીક્ષા રોડની નીચે ઉતારતા રીક્ષા પલટી મારી જતાં રિક્ષામાં બેઠેલા પેસેન્જર નીચે પટકાયા હતાં.જેમાં ખુશી અજયભાઈ વાઘેલા ઉ.વ.4 નામની બાળાને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સ્થળ પર જ પ્રાણપખેરું ઊડી ગયું હતું અકસ્માત સર્જાયાની જાણ થતાં ગામ લોકો એકઠાં થયેલા જેમાં બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને 108 મારફતે જેતપુર સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખાસેડાયા હતાં. જ્યાં ત્રણેયને તબિયત લથડતાં વધું સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેમજ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી છે.









