
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ થોડા દિવસ પહેલા જ એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ મામલે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં ઠેર-ઠેર ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. જોકે, રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ વિવાદ દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે. ત્યારે હવે આ મામલે પરશોત્તમ વિરુદ્ધ ગોંડલ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.
ગોંડલના ચોરડી ગામના અને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા હર્ષદસિંહ ઝાલાએ પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ગોંડલ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઈ છે. રૂપાલા વિરુદ્ધ કલમ ૪૯૯, ૫૦૦ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

[wptube id="1252022"]








