RAJKOTUPLETA

ઉપલેટા તાલુકાની આંગણવાડીઓમાં પ્રવેશોત્સવ અંતર્ગત ૮૨૮ બાળકોનો પ્રવેશ કરાયો

તા.૯ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

‘‘આંગણવાડી પ્રવેશોત્સવ ૨૦૨૩’’ અંતર્ગત રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની વિવિધ આંગણવાડીઓમાં કુલ ૮૨૮ બાળકોનો પ્રવેશ કરવામાં આવ્યો હતો. ભાયાવદર, પાનેલી,કથરોટા, ઇસરા, વગેરે આંગણવાડીઓમાં ઢોલ વગાડી જાહેરાત, બાળકો દ્વારા પ્રવેશોત્સવ આમંત્રણ ચિત્રણ, રેલી વગેરે આયોજનો દ્વારા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક પદાધિકારીઓ, આઇ.સી. ડી.એસ. કર્મચારીઓ, મુખ્ય સેવિકાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સી. ડી. પી. ઓ.શ્રી સોનાલબેન વાળાના જણાવ્યા અનુસાર આ પ્રવેશોત્સવ અંતર્ગત ઉપલેટા તાલુકામાં ભાયાવદર, પાનેલી, ભિમોરા, કોલકી, ઉપલેટા, ઢાંક વિભાગોની કુલ ૧૫૭ આંગણવાડી અંતર્ગત ૮૨૮ બાળકોનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આઈ.સી.ડી.એસ. વિભાગ અને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલા તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રોમાં ભૂલકાંઓને ગમ્મત સાથે જ્ઞાન ઉપરાંત વિના મુલ્યે સવારનો નાસ્તો, બપોરનું ગરમ ભોજન આપવામાં આવે છે. ૩ વર્ષ પૂર્ણ કરેલા બાળકો આંગણવાડી કેન્દ્રોમાં પ્રવેશ મેળવી શકે છે.

[wptube id="1252022"]
Back to top button