
નારણકા ગામે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી: જન્માષ્ટમી ને માત્ર ગણતરી ના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઠેર-ઠેર જન્માષ્ટમીના ઉત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં મોરબી તાલુકાના નારણકા ગામે નારણકા યુવા ગ્રુપ દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ-2023નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા. 7 સપ્ટેમ્બરને ગુરૂવારના રોજ સવારે 8 કલાકે રામજી મંદિર ચોકમાંથી ભવ્ય શોભાયાત્રા યોજાશે. જે નારણકા ગામના વિવિધ માર્ગો પર ફરશે. તેમજ બપોરે 12 કલાકે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પધારવા સર્વ ધર્મપ્રેમી જનતાને નારણકા યુવા ગ્રુપ તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
[wptube id="1252022"]








