JETPURRAJKOT

જિલ્લાામાં ધો. ૧૦ના ૪૭,૬૧૦ અને ૧૨ના ૩૬,૦૪૦ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

તા.૧૩ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા શાળા ખાતે મહાનુભાવો ઉપસ્થિત રહેશે

આવતી કાલ તા.૧૪ માર્ચ ૨૦૨૩ થી ધો. ૧૦ અને ધો. ૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષાઓનો રાજકોટ જિલ્લા અને શહેરમાં પ્રારંભ થશે. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપી શકાય તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને શુભેચ્છા પાઠવવા શાળાઓ ખાતે મહાનુભાવો ઉપસ્થિત રહીં વિદ્યાર્થીઓનો જુસ્સો વધારશે.

કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુ ન્યુ એરા સ્કૂલ રૈયા રોડ, મેયરશ્રી પ્રદીપ ડવ, શ્રી પી એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કૂલ, પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ જી.કે. ધોળકિયા સ્કૂલ પંચાયત નગર, કમિશનરશ્રી આર.એમ.સી અમિત અરોરા શ્રી બારદાનવાલા કન્યા વિદ્યાલય એસ્ટ્રોન સોસાયટી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી શ્રી હ.લ.ગાંધી વિદ્યાવિહાર આત્મીય યુનિવર્સિટી ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં એસ.એસ.સી ધો.૧૦ના કુલ ૪૭,૬૧૦ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ૭૬૬૦ તેમજ સામાન્ય પ્રવાહના ૨૮,૩૮૦ કુલ ૩૬૦૪૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

[wptube id="1252022"]
Back to top button