
તા.૨૧ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના વિવિધ આઈકોનિક સ્થળોએ યોગ શિબિરના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાજકોટ શહેરમાં કબા ગાંધીનો ડેલો, રાષ્ટ્રીય શાળા, જયુબિલી બેન્ડ સ્ટેન્ડ સહિતના સ્થળોએ યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો.
કો-ઓર્ડીનેટરશ્રી ભરતસિંહ પરમારના જણાવ્યા મુજબ કબા ગાંધીના ડેલામાં લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયની સ્કાઉટ એન્ડ ગાઈડની ૫૦ વિદ્યાર્થીનીઓ, રામકૃષ્ણ આશ્રમમાં એલ.બી.એસ.ની એન. એસ. એસ. ની ૫૦ સ્વયંસેવિકાઓ તેમજ મા આનંદમયી કન્યા શાળાની ૫૦ સહિત કુલ ૧૦૦ વિદ્યાર્થીનીઓ, રાષ્ટ્રીય શાળા ખાતે કસ્તુરબા હાઈસ્કૂલની એન.એસ.એસ.ની ૫૦ વિદ્યાર્થીનીઓ, જુયુબેલી બેન્ડ સ્ટેન્ડ ખાતે મહાત્મા ગાંધી હાઇસ્કુલલના સ્કાઉટના ૧૦૦ કેડેટ્સ વિદ્યાર્થીઓ મળીને કુલ ૩૦૦ જેટલા છાત્રો યોગાભ્યાસ કાર્યક્રમમાં જોડાયા હતા.
તમામ સ્થળોએ ગુજરાત યોગ બોર્ડના કોચ દ્વારા વિદ્યાર્થીઓને યોગાસનનું મહત્વ અને યોગને દૈનિક જીવનનો ભાગ બને તે માટે પ્રેરિત કરાયા હતા.