JETPURRAJKOT

કસ્તુરબા સહાય યોજના અન્વયે ૨૭૫૪ સગર્ભાઓને પ્રસુતાનો લાભ અપાયો

તા.૨૩ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સગર્ભા તરીકેની નોંધણી, સરકારી દવાખાનામાં પ્રસુતિ તથા બાળકના સંપૂર્ણ રસીકરણ માટે રૂ. ૬૦૦૦ ની સહાય

વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન રાજકોટ જિલ્લાની ૫૨૨૪ સગર્ભાઓને કસ્તુરબા સહાય યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા કસ્તુરબા સહાય યોજના અન્વયે પ્રસુતાઓને અપાનારી નિયત સહાય અન્વયે વર્ષ ૨૦૨૨-૨૩ ડીસેમ્બર સુધીમાં ૨૭૫૪ સગર્ભાઓને પ્રસૂતાને લાભ આપવામાં આવ્યો છે.

સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મહિલાઓ અને બાળકોને મળે તે માટે રાજયસરકાર પ્રતિબધ્ધ છે. આવી જ એક યોજના છે-કસ્તુરબા સહાય યોજના, જે વર્ષ ૨૦૧૧-૧૨ થી અમલમાં છે. આ યોજના અંતર્ગત સગર્ભાઓને પોષક આહાર મળે, સંસ્થાકીય પ્રસુતિ વધે તેમજ બાળકોનું સમયસર સંપૂર્ણ રસીકરણ થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે. આ યોજના હેઠળ સગર્ભા માતાને વહેલી નોંધણી કરાવવાથી રૂા.૨૦૦૦, સરકારી દવાખનામાં પ્રસુતિ કરાવવાથી રૂા.૨૦૦૦ તથા બાળકનુ સંપૂર્ણ રસીકરણ કરાવવાથી રૂ.૨૦૦૦ એમ કુલ ૬૦૦૦ સહાય આપવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button