RAJKOT
રાજકોટ જિલ્લાના ૨૩૬૬ ખેડૂતોને નેશનલ મિશન ઓન ઓઈલસીડ (તેલીબિયાં) અંતર્ગત રૂા. ૧૩૮ લાખથી વધુની સહાય આપવામાં આવી

તા.૧૮/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ પાક, યંત્રો, તાલીમ વગેરે માટે યોજનાકીય સહાય આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં મુખ્યત્વે કપાસના પાકનું વાવેતર કરવામાં આવે છે ત્યારે તેલીબિયાંમા પણ ખેડૂતો વધુ સારી ખેતી કરે તે હેતુ સાથે નેશનલ મિશન ઓન ઓઈલસીડ એન્ડ ઓઇલ પામ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના કુલ ૨૩૬૬ લાભાર્થી ખેડૂતોને રૂા. ૧૩૮.૩૪ લાખની સહાય આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ મિશન ઓન ઓઈલસીડ એન્ડ ઓઈલ પામ યોજના અંતર્ગત લાભાર્થીને બ્રીડર બીજ ખરીદીમાં કિંમત પર સો ટકા સહાય, ફાઉન્ડેશન બીજ અને સર્ટી બીજ ઉત્પાદન પર રૂા. ૨૫૦૦/કવી., પ્રામાણિત બીજવિતરણ પર સહાય, એક મીની કીટ, સૂક્ષ્મ તત્વો, પાક સંરક્ષણ સાધનો, પાક સંરક્ષણ દવા, સીડ ડ્રીલ, પાવર વીડર વગેરે માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે.
[wptube id="1252022"]








