JETPURRAJKOT

રાજકોટની “૧૯૬૨” કરૂણા એમ્બ્યુલન્સના ડોક્ટરોએ કરી “વિશ્વ પશુ ચિકિત્સક દિન”ની ઉજવણી

તા.૧ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લામાં એપ્રિલ માસમાં ૭૮૯૧ પશુઓને સામાન્ય તથા આકસ્મિક સંજોગોમાં ૧૬૫ પશુઓને ત્વરિત સારવાર પૂરી પાડતા પશુ ચિકિત્સકો

પશુઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા તથા વિશ્વભરના પશુ ચિકિત્સકો દ્વારા કરવામાં આવતા પશુ પક્ષીઓના જીવન બચાવ કાર્યને સન્માનિત કરવા માટે દર વર્ષે એપ્રિલ માસના છેલ્લા શનિવારે “વિશ્વ પશુ ચિકિત્સક દિવસ”ની ઉજવણી વિવિધ કાર્યક્રમો થકી કરવામાં આવે છે ત્યારે રાજકોટ જિલ્લામાં રાજકોટ પશુપાલન ખાતું અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે આ ઉજવણી વેટરનરી પોલીક્લિનિક ખાતે “૧૯૬૨” કરૂણા એમ્બ્યુલન્સમાં કાર્યરત તમામ પશુ ચિકિત્સકો દ્વારા કેક કાપીને કરવામાં આવી હતી.

આ તકે પ્રાદેશિક સંયુક્ત નિયામકશ્રી ડો. ભરતસિંહ ગોહિલે તમામ પશુ ચિકિત્સકોની સેવાને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી તથા વધુમાં વધુ અબોલ જીવોની સારવાર કરી સુદ્રઢ કામગીરી કરવામાં આવે તે બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. “૧૯૬૨” સેવાના જિલ્લા સુપરવાઈઝરશ્રી જયદેવભાઈ ગઢવીના જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લામાં એપ્રિલ માસમાં ૭૮૯૧ અનાથ અને અબોલ પશુઓને સારવાર આપી પીડામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આકસ્મિક સંજોગોમાં ૧૬૫ પશુઓને ત્વરિત સારવાર પૂરી પાડવામાં આવી છે. જેમાં ગાય, ભેંસ, બળદ, શ્વાન, બકરી, ઘેટાં,જેવા તમામ પશુઓનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનિય છે કે, આકસ્મિક સંજોગોમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા લોકોને નિ:શુલ્ક સેવા પૂરી પાડી રહી છે તેવી જ રીતે પશુઓ માટે પણ આકસ્મિક સંજોગોમાં ઈમરજન્સી સેવા મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકારે અબોલ પશુઓ પ્રત્યે પણ સંવેદના દાખવી ગુજરાત સરકાર તથા ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થનાં સંયુક્ત ઉપક્રમે ૦૬ ઓકટોબર, ૨૦૧૭ થી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા”૧૯૬૨” અને ૨૨ જૂન,૨૦૨૦ થી દસ ગામ દીઠ એક “ફરતા પશુ દવાખાના”ની સેવા શરૂ કરવામાં આવી હતી. હાલમાં મેડિકલ અદ્યતન સાધનોથી સુસજ્જ સમગ્ર રાજ્યમાં ૩૭ અને રાજકોટ જિલ્લામાં હાલ બે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ તથા રાજકોટ જિલ્લામાં ૧૯ સહીત ૪૬૦ મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી વાન સવારના ૦૮ વાગ્યા થી રાતના ૦૮ વાગ્યા સુધી સતત કાર્યરત રહી શહેર તથા જિલ્લા મુખ્ય મથક ખાતે અબોલ, નિરાધાર પશુઓને સેવા પૂરી પાડે છે.

[wptube id="1252022"]
Back to top button