
તા.૧૦/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટના રંગપર પાસે આવેલ ન્યારી -૨ ડેમ ૨૦ ફૂટની સંગ્રહ ક્ષમતા ધરાવે છે. હાલ પડી રહેલા અવિરત વરસાદને પરિણામે ડેમ ૧૯ ફૂટ ભરાઈ જતા પાણીની સપાટી જાળવણી અર્થે એક દરવાજો ત્રણ ઇંચ જેટલો ખોલી ૧૯૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમની કુલ કેપેસીટી પૈકી હાલ ડેમમાં ૩૫૦ એમસીએફટી પાણીનો સંગ્રહ જમા થયેલો છે. ન્યારી – ૨ ડેમના ઓવરફ્લો થવાથી આસપાસના ૧૦ ગામોને અસર થવાની શક્યતા હોય આસપાસના નીચાણવાળા ગ્રામજનોને સચેત કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, ન્યારી-૨ ડેમના સિંચાઈના પાણીથી આસપાસના રંગપર, મેટોડા, સરપદડ, પાટી રામપર, બોડીઘોડી, વણપરી, ન્યારા, ખંભાળા, તરઘડી સહીત ૧૦થી વધુ ગામોને સિંચાઈના પાણીનો લાભ મળે છે.
[wptube id="1252022"]








