
“વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો માટે સરકારે જાહેર કરેલ પેકેજ મજાક સમાન” : ચૈતર વસાવા ધારાસભ્ય ડેડીયાપાડા
પૂરના રાહત પેકેજ માંથી સરકાર હેક્ટરની મર્યાદા દૂર કરે તેમજ ઘરવખરી, પશુઓ ના નુકશાનને રાહત પેકેજમાં સમાવાય તેવી આપ ધારાસભ્યની માંગ
જુનેદ ખત્રી : રાજપીપળા
સરદાર સરોવર નર્મદા બંધમાંથી ૧૮ લાખ ક્યુસેક કરતા વધુ પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે નર્મદા ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠાના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેના કારણે લોકોના ઘરવખરી સામાન પશુ તેમજ ખેતીને ભારે નુકસાન થયું છે

પૂરમાં નુકસાન થયેલ ખેડૂતોની ઉગ્ર માંગને લઈ સરકારે પુર માટે સ્પેશિયલ રાહત પેકેજ જાહેર કર્યું છે પરંતુ આ રાહત પેકેજ ખેડૂતો સાથે મજાક સમાન છે તેમ દેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું હતું
ધારાસભ્ય ચૈતર વસાવા એ જણાવ્યું છે કે અમે છેલ્લા ઘણા દિવસોથી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે રાહતની સાધન સામગ્રી પહોંચાડી રહ્યા છે ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થયું છે જેનો સરકારને અંદાજ નથી સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં બે હેક્ટરની મર્યાદા રાખવામાં આવી છે જેને સરકાર દૂર કરે તેવી માંગ કરી છે ઉપરાંત હેક્ટર દીઠ જે રકમ ફાળવવામાં આવી છે તે ઓછી છે તેવું પણ ધારાસભ્ય એ જણાવ્યું હતું ઉપરાંત કાંઠા વિસ્તારમાં રહેણાંક મકાનો સહિત ઢોર ઢાખરો પૂરના પાણીમાં તણાઈ ગયા છે જેના કારણે લોકોને ભારે નુકસાન થયું છે ત્યારે ખેતીની સાથે લોકોને થયેલ નુકસાનને પણ પૂરના પેકેજમાં સમાવવામાં આવે તેવી આપ ધારાસભ્ય માંગ કરી છે અગામી સમયમાં જો સરકાર દ્વારા પેકેજમાં ફેરફાર કરવામાં નહીં આવે તો જન આક્રોશનો સામનો કરવો પડશે તેવી ધારાસભ્ય ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી છે






