
ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ મુવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ (IIMUN)ના સંયુક્ત ઉપક્રમે તારીખ 20 જૂન 2023 ના રોજ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી રાજીવ નગર ખાતે ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના સંકુલમાં બાળકો સાથે કરવામાં આવી વિશ્વ યોગ દિવસ નિમિત્તે છેલ્લા 27 વર્ષથી જોપડપટ્ટી રેલવે કોલોની વિસ્તારમાં ચાલી રહેલ હેપી ચિલ્ડ્રન સેન્ટરના ત્રીસ બાળકો પણ આ તકે રાજીવ નગર ખાતે યોગ કરવા માટે પહોંચી ગયેલ હતા. આ ઉપરાંત રાજીવ નગર હેપી ચિલ્ડ્રન સેન્ટરના બાળકો પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ વિશ્વ યોગ દિવસની ઉજવણી નો ઉદ્દેશ એ હતો કે પછાત વિસ્તારના બાળકો પણ યોગ શીખે, અપનાવે અને સ્વસ્થ જીવન વ્યતીત કરે આ માટે એક કલાક યોગ બાળકોને કરાવવામાં આવ્યા હતા. યોગ નિષ્ણાત તરીકે ચૈતન ટ્રસ્ટના ફાઉન્ડર હિતેશ પંડ્યા એ પોતાની સેવા આપેલી હતી આ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં કુલ 65 બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આ તમામ બાળકોને પ્રાણાયામ તેમજ યોગના આશનો અને સાદી સરળ જીવનશૈલી અપનાવવા માટે વિવિધ આશનો ડેમોસ્ટ્રેશન સાથે હિતેશ પંડ્યા એ કરાવી અને રોજ દરેક બાળકો યોગ કરશે તેવી પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી જેથી કરીને બધા બાળકો સ્વસ્થ અને આનંદિત જીવન જીવી શકે. કાર્યક્રમના અંતે દરેક બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચૈતન ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કાજલ પંડ્યા અને હિતેશ પંડ્યા નું માર્ગદર્શન સાંપડ્યું હતું તેમજ હેપ્પી ચિલ્ડ્રન સેન્ટરના સ્ટાફ ટીચર તરીકે રીટાબેન અને ચંપાબેન અને કિશોરી સેનાના વોલિએન્ટિયર મિત્રો જ્યોતિ ફફલ, નુસરત, સુજલ અને પૃથ્વી એ જહેમત ઉઠાવી હતી.