
તા.૮ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત રાજકોટ જિલ્લાની ૧૮૧ મહિલા અભયમ્ હેલ્પલાઇન ટીમો મહિલાઓની સુરક્ષા અર્થે તો ૨૪*૭ કાર્યરત છે. સાથેસાથે જનજાગૃતિ માટે રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં અગ્રેસર રહે છે. ત્યારે અભયમ્ ટીમ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી નિમિત્તે પોલીસ મથકો ખાતે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

રાજકોટ શહેરમાં આવેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. આર. જી. બારોટના માર્ગદર્શન હેઠળ અભયમ્ ટીમના કાઉન્સિલરશ્રી કૃપાલીબેન ત્રિવેદી, મહિલા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ.શ્રી એન.એચ.મોરના નેજા હેઠળ કાઉન્સિલરશ્રી વૈશાલીબેન ચૌહાણ, આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે કાઉન્સિલરશ્રી શિવાનીબેન પરમાર તથા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાઉન્સિલરશ્રી સુમનબેન પરમાર દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. તેમજ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ નિયમિતપણે વૃક્ષો વાવવાનો સંકલ્પ લઈ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરી હતી.








